ગુજરાત

gujarat

ETV Bharat / state

Cyclone Biparjoy: સુરત શહેરમાં 24 કલાકમાં 20 થી વધુ વૃક્ષો ધરાશાયી, વાવાઝોડાની અસર - Biparjoy Update

બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સુરત શહેરમાં ભારે પવન ફૂંકાય રહ્યું છે. જેને કારણે છેલ્લા 24 કલાકમાં 20 થી વધુ વૃક્ષો ધરાશાયી થાય છે.જેના ભાગરૂપે શહેરના તમામ ઝોનમાં લોકોને સાવચેતીના લઈને SMC દ્વારા ભયજનક વૃક્ષો ત્રિમિગની કામગીરી હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત SMC દ્વારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે.

બિપરજોય વાવાઝોડુંના અસરના કારણે સુરત શહેરમાં  ભારે પવનો ફૂંકાય રહ્યું છે. જેને કારણે છેલ્લા 24 કલાકમાં 20 થી વધુ વૃક્ષો ધરાશ્ય થાય છે.
બિપરજોય વાવાઝોડુંના અસરના કારણે સુરત શહેરમાં ભારે પવનો ફૂંકાય રહ્યું છે. જેને કારણે છેલ્લા 24 કલાકમાં 20 થી વધુ વૃક્ષો ધરાશ્ય થાય છે.

By

Published : Jun 13, 2023, 12:33 PM IST

સુરતમાં 24 કલાકમાં 20 થી વધુ વૃક્ષો ધરાશાયી

સુરત:દરિયામાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાની અસરના કારણે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.જેના કારણે શહેરના અલગ અલગ વિસ્તારમાં કુલ 20 વધુ વૃક્ષો ધરાશ્ય થવાની ઘટનાઓ સામે આવી છે. જોકે આ પ્રકારની ઘટનાઓમાં કોઈ પ્રકારની જાનહાની થઇ નથી પરંતુ સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ ઝોનમાં લોકોને સાવચેતીના લઈને ભયજનક વૃક્ષોનું ત્રિમિગની કામગીરી હાથ ધરવામાં આવી છે.તે ઉપરાંત SMC દ્વારા તમામ કર્મચારીઓની રજા કેન્સલ કરવામાં આવી છે.

"સંભવિત વાવાઝોડા ને લઈને ભયજનક વૃક્ષો છે. જેને કારણે જાન હની થઈ શકે તેવી શક્યતાઓ છે તેવા વૃક્ષો કાપવાની કામગીરી કરવામાં આવી રહી છે.-- દર્શન પાટીલ (સુરત મહાનગરપાલિકાના હોર્ટિકલચર સુપરવાઇઝર )

વૃક્ષોને કાપવાની કામગીરી: ઉલ્લેખનીય છે કે, દરિયામાં સર્જાયેલા બિપરજોય વાવાઝોડાની અસરના કારણે દરિયા કિનારે વસેલું સુરત શહેરમાં તેની સીધી અસર જોવા મળી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી દરિયામાં 4 થી 5 ફૂટ જેટલા મોજા ઉછળી રહ્યા છે.જોકે આ પેહલા જ તંત્ર દ્વારા શહેરના સુવાલી અને ડુમસ બીચ સાવચેતીના ભાગરૂપે લોકોને અવરજવર ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. તે ઉપરાંત સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરની મોટી મોટી બિલ્ડીંગ કાં તો પછી કોમ્પ્લેક્સમાં ધાબા ઉપર લગાવવામાં આવેલ હોર્ડિંગ હટાવવાની કામગીરી હાથ ધરી છે. તેની સાથે ભયજનક વૃક્ષો ને કાપવા ની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

બે દિવસથી ભારે પવન: દરિયામાં સર્જાયેલા બિપર જોય વાવાઝોડાની અસરના કારણે સુરત શહેરમાં છેલ્લા બે દિવસથી ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. શહેરમાં અલગ અલગ વિસ્તારમાં કુલ 20 વધુ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે.જેને લઈને શહેર ફાયર વિભાગ સતત દોડી રહ્યું છે.તે ઉપરાંત તમામ ફાયર વિભાગના કર્મચારીઓને સ્ટેન્ડ વાય રાખવામાં આવ્યા છે.જો કોઈ ઘટના બને તેને પહોંચી વળવા માટે ફાયર વિભાગ સજ્જ છે.

જિલ્લા કલેકટર આદેશ કર્યો:સુરત જિલ્લાના અધિકારી-કર્મચારીઓને હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરના આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં સંભવિત વાવાઝોડા બિપરજોય ત્રાટકવા અંગે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. જેને લઈને તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. સુરતના બંને દરિયાકાંઠે ઉંચા મોજા ઉછળ્યા સાથે કરંટ જોવા મળી રહ્યો છે.તે સાથે સુરત જિલ્લામાં તંત્ર એલર્ટ મોડમાં છે. સુરત જિલ્લાના અધિકારી-કર્મચારી ઓને હેડ ક્વાર્ટર ન છોડવા જિલ્લા કલેકટરના આદેશ કર્યો છે. તો બીજી બાજુ સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પડ્યું છે કે, સુવાલી અને ડુમસ બીચ વિસ્તારમાં લોકોની અવરજવર તથા માછીમારો કે સાગર ખેડૂતોને દરિયા કિનારે તેમજ દરિયાના પાણીમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

  1. Cyclone Biparjoy : બિપરજોય વાવાઝોડા પૂર્વે દરિયામાં વધી પાણીની આવક, ખંભાતના દરિયાકિનારે લાગ્યા બેરિકેડ
  2. Cyclone Biparjoy Update: જામનગર જિલ્લામાં બિપરજોયની અસર જોવા મળી, વાતાવરણમાં આવ્યો પલટો

ABOUT THE AUTHOR

...view details