સુરતમાં ભારે વરસાદ, પાણી ભરાતા સ્થાનિકોએ બાળકોને આંગણવાડીમાં મોકલ્યા
સુરતમાં પૂર અને વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે. પાંડેસરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ખાસ કરીને જે બાળકો છે, તેમને સ્થાનિકો દ્વારા આંગણવાડીમાં મોકલી આપવામાં આવ્યા હતા, જેથી તેમને કોઈ હાલાકી ભોગવવી ન પડે.
સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી અને ખાડી પૂરના કારણે બેથી ત્રણ ફૂટ જેટલું પાણી ભરાયું છે. વહેલી સવારે ઉઠતા લોકો સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર જોઈ ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. જોકે બાદમાં તરત જ સમગ્ર વિસ્તારમાં રેસ્ક્યૂ કામગીરી શરૂ કરવામાં આવી છે. કોર્પોરેટર અને ધારાસભ્ય વિવેક પટેલ સહિત તંત્રના કર્મચારીઓ અને ફાયર વિભાગના જવાનો રેસ્ક્યૂ કામગીરીમાં જોડાયા છે. બીજી બાજુ પાણી ભરાતા સ્થાનિકોએ પોતાના બાળકોને આંગણવાડીના મકાનમાં સુરક્ષિત મોકલી દીધા છે.