હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહ કેસની સુનાવણી મુલતવી - Gujarati news
સુરતઃ પાટીદાર અને કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ પર ચાલી રહેલા રાજદ્રોહ કેસમાં સરકારે વોરંટ કાઢવાની તજવીજ હાથ ધરી છે. જેથી બચાવપક્ષના વકીલે હાર્દિક પટેલની ગેરહાજરી મુકતો રિપોર્ટ આપ્યો છે.
ફાઈલ ફોટો
કેસમાં બચાવપક્ષના વકીલે દલીલ કરી સાથે નામદાર કોર્ટમાં અરજી આપતા બંને પક્ષની દલીલોને ધ્યાનમાં લઈ કોર્ટે કેસની સુનાવણી 24 જુલાઈ 2019ના રોજ મુલતવી રાખી છે. સાથે જણાવ્યું છે કે, હાર્દિક પટેલની ગેરહાજરીમાં કેસની સુનાવણી થાય તો પણ વાંધો નથી.