ગુજરાત

gujarat

ETV Bharat / state

Har Ghar Tiranga: વેપારીએ તિરંગાની પ્રતિકૃતિના એક લાખ સાડીના બોક્સ બનાવ્યા, દરેક બોક્સમાં સાડી સાથે નિશુલ્ક તિરંગા - બોક્સમાં સાડી સાથે નિશુલ્ક તિરંગા

સુરતમાં હર ઘર તિરંગા અભિયાનને (Har Ghar Tiranga ) લઈને કાપડના વેપારીઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હર ઘર તિરંગા પહોંચી શકે તે માટે એક લાખ સાડીના બોક્સમાં તિરંગાની પ્રતિકૃતિ (saree boxes with tricolor)તો લગાડવામાં આવી છે. આ સાથે દરેક સાડી સાથે નિશુલ્ક એક લાખ તિરંગા પણ દેશના દરેક રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.

Har Ghar Tiranga: વેપારીએ તિરંગાની પ્રતિકૃતિના એક લાખ સાડીના બોક્સ બનાવ્યા, દરેક બોક્સમાં સાડી સાથે નિશુલ્ક તિરંગા
Har Ghar Tiranga: વેપારીએ તિરંગાની પ્રતિકૃતિના એક લાખ સાડીના બોક્સ બનાવ્યા, દરેક બોક્સમાં સાડી સાથે નિશુલ્ક તિરંગા

By

Published : Aug 9, 2022, 3:19 PM IST

સુરત:આઝાદી કા અમૃત મહોત્સવ (Azadi ka Amrit Mohotsav )અને હર ઘર તિરંગાને (Har Ghar Tiranga )લઈને સુરતના કાપડના વેપારીઓ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હર ઘર તિરંગા પહોંચી રહે આ માટે સુરતના વેપારીઓ (Surat Textile Market)દ્વારા એક લાખ સાડીના બોક્સમાં તિરંગાની પ્રતિકૃતિ તો લગાડવામાં આવી છે. સાથોસાથ દરેક સાડી સાથે નિશુલ્ક એક લાખ તિરંગા (saree boxes with tricolor)પણ દેશના દરેક રાજ્યમાં મોકલવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃHar Ghar Tiranga: સુરતના ઉદ્યોગપતિએ કરોડો રૂપિયાની કારને ત્રિરંગાના રંગમાં રંગીને આપ્યો અનોખો સંદેશ

બોક્સ પર આઝાદી કા અમૃત મહોત્સવ લખવામાં આવ્યું -દેશ જ્યારે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરવા જઈ રહ્યો છે ત્યારે દેશભરમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝાદી અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખી હર ઘર તિરંગા (Har Ghar Tiranga )અભિયાનની શરૂઆત કરાવી છે. જેને દેશભરમાં ખૂબ ઉત્સાહ જોવા પણ મળી રહ્યો છે. દરેક ઘરમાં તિરંગા ફરકે આ માટે સુરત ટેક્સટાઇલ માર્કેટએ (Surat Textile Market)પણ કમર કસી લીધી છે. સુરતના સાંકેત ટેક્સટાઇલ ગ્રુપ દ્વારા પોતાની સાડીઓ જે પણ શહેર રાજ્ય કે ગામડામાં મોકલવામાં આવશે તેની માટે એક ખાસ બોક્સ તૈયાર કરવામાં આવ્યું છે જેની ઉપર તિરંગા છે અને બોક્સ પર આઝાદી કા અમૃત મહોત્સવ લખવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃHar Ghar Tiranga: કારીગરો રાષ્ટ્ર સન્માનમાં બુટ ચપ્પલ પહેર્યા વગર બનાવી રહ્યા છે તિરંગા

એક લાખ ખાસ બોક્સ તૈયાર -વેપારી ગોવિંદ ગુપ્તાએ જણાવ્યું હતું કે એક લાખ ખાસ બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે જેની ઉપર તિરંગા છે અને દરેક બોક્સમાં નિશુલ્ક તિરંગા સાડી સાથે અમે મોકલી રહ્યા છે. એક લાખ બોક્સ સાથે એક લાખ તિરંગા મોકલવામાં આવી રહ્યા છે. જેથી દેશના દરેક ખૂણામાં તિરંગા લહેરાવી શકાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવાહન બાદ અમને વિચાર આવ્યો કે અમે પણ પોતાની રીતે દેશભરના લોકો સુધી પહોંચાડીએ અને દેશના દરેક રાજ્યને ખાસ કરીને અમારે ત્યાંથી એ ઉત્તર પ્રદેશ , મધ્ય પ્રદેશ , હરિયાણા સહિત રાજ્યોમાં સાડીઓ મોકલવામાં આવી રહ્યી છે.

ABOUT THE AUTHOR

...view details