ગુજરાત

gujarat

ETV Bharat / state

બારડોલીના ગાયનેકોલોજિસ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા, પત્નીએ નોંધાવી ફરિયાદ

બારડોલીની ગ્રીન એપલ હોસ્પિટલના (Dr.Green Apple Hospital, Bardoli) ગાયનેકોલોજિસ્ટ વિરુદ્ધ તેમની પત્ની અને હોસ્પિટલના CEO શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ (Physical Mental Torture and Dowry Prohibition Act) ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે.વારંવાર મારઝૂડ અને દહેજની માગ કરવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. છેલ્લા બે અઢી વર્ષથી ડૉ. ચેતન ચૌધરીને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ રિચાને થતાં બંને વચ્ચે વારંવાર બોલાચાલી ઝઘડા થતાં હતા.

બારડોલીના ગાયનેકોલોજિસ્ટ અન્ય સ્ત્રીના પ્રેમમાં પડ્યા
gynecologist-from-bardoli-fell-in-love-with-another-woman-wife-files-complaint

By

Published : Nov 6, 2022, 10:08 PM IST

બારડોલી:બારડોલીની ગ્રીન એપલ હોસ્પિટલના (Dr.Green Apple Hospital, Bardoli) ગાયનેકોલોજિસ્ટ ડૉ. ચેતન ચૌધરી વિરુદ્ધ તેમની પત્ની અને હોસ્પિટલના CEO શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ (Physical Mental Torture and Dowry Prohibition Act) ફરિયાદ નોંધાવતાં ચકચાર મચી ગઈ છે. સસાયરિયા વારંવાર પિતાના ઘરે જતી રહેવા અને દહેજની માંગણી કરતાં હોવા ઉપરાંત પતિનો અન્ય યુવતી સાથે આડો સંબંધ હોવાનો આરોપ પણ મહિલા પોલીસ મથકમાં (women's police station) કરેલી ફરિયાદમાં લગાવ્યો છે.

મારઝૂડ-દહેજની માગનો ફરિયાદમાં ઉલ્લેખ: બારડોલીની ખાનગી હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ પર તેની પત્નીએ શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ આપી છે. ફરિયાદમાં પત્નીએ પતિનો અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. વારંવાર મારઝૂડ અને દહેજની માગ કરવામાં આવતી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણીતા ગાયનેકોલોજિસ્ટ પર થયેલી ફરિયાદને કારણે સમગ્ર બારડોલીમાં આ અંગે ચકચાર મચી જવા પામી છે.

2012માં થયા હતા લગ્ન:હાલ બારડોલીના ધામડોદ લુંભા ખાતે આવેલી શિરડી ધામ સોસાયટીમાં રહેતી મહિલા (ઉ.વર્ષ 33)ના લગ્ન માંડવી તાલુકાનાં કોસાડી ગામના વતની ડૉ. ચેતન નરસિંહભાઈ ચૌધરી સાથે વર્ષ 2012માં થયા હતા. પતિની નોકરી નવસારીમાં હોય લગ્ન બાદ તે નવસારી રહેવા ગઈ હતી. દાહોદના ગરબાદ અને ત્યારબાદ બગસરામાં બદલી થતાં પતિ સાથે રહેતી આવી હતી. દરમ્યાન ડૉ. ચેતન ચૌધરી બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલમાં નોકરી પર લાગતાં મહિલા તેના પતિ અને સાસુ સસરા સાથે સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી. લગ્ન જીવન દરમ્યાન તેને સાત વર્ષની એક પુત્રી છે.

સસરાના મકાન પર એક કરોડની લોન લીધી:સરદાર સ્મારક હોસ્પિટલમાં બે વર્ષ નોકરી કર્યા બાદ પોતાની ખાનગી હોસ્પિટલ ચાલુ કરી હતી. જેમાં ડૉ. ચેતન ચૌધરી ડિરેક્ટર અને તેની પત્ની CEO તરીકે ફરજ બજાવે છે. હોસ્પિટલ માટે પૈસાની જરૂર હોય ડૉ. ચેતન પત્ની તેના ઘરેથી રૂપિયા લઈ આવવા દબાણ કરતો હતો આથી તેણીના પિતાએ 12 લાખ રૂપિયા ચેકથી આપ્યા હતા. આ ઉપરાંત ચેતને વધુ રૂપિયાની જરૂર પડતાં પિતાના સુરત ખાતેના મકાન પર એક કરોડ રૂપિયાની લોન લીધી હતી.

અઢી વર્ષ પૂર્વે અન્ય મહિલા સાથે બંધાયો પ્રેમ સંબંધ:છેલ્લા બે અઢી વર્ષથી ડૉ. ચેતન ચૌધરીને અન્ય યુવતી સાથે પ્રેમસંબંધની જાણ રિચાને થતાં બંને વચ્ચે વારંવાર બોલાચાલી ઝઘડા થતાં હતા. અનેક વખત સમજાવવા છતાં પતિએ કોઈ વાત માની ન હતી અને મહિલા સાથે મારઝૂડ કરતો હતો. સાસરિયાને ફરિયાદ કરતાં તેણે પણ “તને મારા દીકરા સાથે ફાવતું ન હોય તો તારા માતપિતાને ઘર જતી રહે” એમ કહી તેની સાથે રસોઈ બાબતે પણ મેણાંટોણાં મારતી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

દીકરીને ઉપાડી જવાની પણ આપી હતી ધમકી:વારંવાર ઝઘડા કરી ડૉ. ચેતન તેના ગામ કોસાડી રહેવા જતો રહ્યો હતો. મહિલા તેના પુત્રી સાથે બારડોલી એકલી રહેતી આવી છે. સમાજની રાહે અનેક વખત સમાધાન છતાં કોઈ ઉકેલ આવ્યો ન હતો. ડૉ. ચેતને દીકરીને ઉપાડી જવાની ધમકી પણ આપી હતી અને ઘર ખાલી કરવા તેમજ છૂટાછેડા આપવા માટે સાસરિયાઓ દ્વારા દબાણ કરવામાં આવતું હોય અંતે મહિલાએ સુરત જિલ્લા મહિલા પોલીસની સહાય લેવી પડી હતી. પોલીસે મહિલાની ફરિયાદના આધારે પતિ ડૉ. ચેતન નરસિંહ ચૌધરી, સાસુ લીલા નરસિંહ ચૌધરી, દિયર યોગેશ નરસિંહ ચૌધરી, અલ્પેશ નરસિંહ ચૌધરી અને બહાદુર સૂખા ચૌધરી વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details