સુરત : શહેરમાં ઠેક ઠેકાણે મટકીઓ બાંધવામાં આવી હતી. આ મટકીઓ શેરીના ભાઈઓ કાંતો ગોવિંદા ગ્રુપ્સ દ્વારા ફોડવામાં આવે છે. શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલ સંજય નગર ચાર રસ્તા ખાતે યુથફોર ગુજરાત દ્વારા રાજ્યની સૌથી ઊંચી મટકી બાંધવામાં આવી હતી. જેની ઉંચાઇ 35 ફૂટ હતી. આ મટકી ફોડવા માટે 1,51,000 નું ઇનામ રાખવામાં આવ્યું હતું. આ મટકી ફોડવા માટે 22 જેટલા મંડળોએ ભાગ લીધો હતો. ગોવિંદા મંડળો સાંજે 4 કલાકથી જ મટકી ફોડવા માટે આવી પહોચ્યા હતા.
Janmashtami 2023 : ગુજરાતની સૌથી ઉંચી બાંધેલી મટકી અહીં ફોડવામાં આવી, જેનું ઇનામ હોય છે લાખોમાં... - જન્માષ્ટમી 2023
દેશભરમાં જન્માષ્ટમીનો તહેવાર રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. આ વખતે ગુજરાતની સૌથી ઉંચી મટકી સુરતમાં બાંધવામાં આવી હતી. જેને ફોડવા માટે શહેરના અલગ અલગ સ્થળોથી કુલ 11થી વધુ ગોવિંદા મંડળો આવ્યા હતા. આ મટકી શહેરના અડાજણ વિસ્તારમાંથી આવેલ સાંઈનાથ ક્લબ દ્વારા ફોડવામાં આવી હતી. તેઓને 1,51,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું.
Published : Sep 8, 2023, 11:04 AM IST
મટકી ફોડવા માટે લાખો રુપિયાનું ઇનામ રખાયું : આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલ તથા આ મટકી ફોડ જોવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જો કે, રાતે 12 વાગ્યાંની આસપાસ શહેરના અડાજણ વિસ્તારમાંથી આવેલ સાંઈનાથ ક્લબ દ્વારા મટકી ફોડવામાં આવી હતી. તેઓને યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલના હસ્તે 1,51,000 રૂપિયાનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. તે ઉપરાંત સાવચેતીના ભાગરૂપે ફાયર ટીમ અને 108 એમ્બ્યુલન્સની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
યુથ ફોર ગુજરાત દ્વારા લિંબાયતના સંજય નગર ચાર રસ્તા ખાતે ગુજરાતની સૌથી ઊંચી દહિહાંડીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જોકે સુરત શહેરમાં છેલ્લા 25 વર્ષથી ભાગળ ચાર રસ્તા ઉપર આ પ્રકારે સૌથી ઊંચી દહિહાંડીનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં ટોટલ 22 જેટલા ગોવિંદા મંડળો દ્વારા આ મટકી ફોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી 11 ગોવિંદા મંડળો દ્વારા ફક્ત સલામી આપવામાં આવી હતી. બાકીના 11 ગોવિંદા મંડળો દ્વારા મટકી ફોડવાનો પ્રયત્ન કરવાનો હતો.- યુથ ફોર ગુજરાતના પ્રમુખ જીગ્નેશ પાટીલ