ગુજરાત

gujarat

ETV Bharat / state

Gujarat Weather Forecast: વાતાવરણમાં અચાનક પલટો, સુરતમાં વહેલી સવારે મેઘાની એન્ટ્રી - Surat Rainfall area

સુરતમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો અને વેહલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો.વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આ કમોસમી વરસાદના કારણે ખેડુતો ચિંતામાં મુકાયા છે. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી હતી. આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Weather Forecast: વાતાવરણમાં અચાનક પલટો, સુરતમાં વહેલી સવારે મેઘાની એન્ટ્રી
Gujarat Weather Forecast: વાતાવરણમાં અચાનક પલટો, સુરતમાં વહેલી સવારે મેઘાની એન્ટ્રી

By

Published : Apr 30, 2023, 1:09 PM IST

Gujarat Weather Forecast: વાતાવરણમાં અચાનક પલટો, સુરતમાં વહેલી સવારે મેઘાની એન્ટ્રી

સુરતઃદક્ષિણ પાકિસ્તાનની સરહદ તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું. તે સાયક્લોનિક સરક્યુલેશનમાં ફેરવાયું છે. તે દરિયાની સપાટીથી 5.8 કીમી ઉપર સ્થિતિ હતી. તેના અસરના ભાગરૂપે રાજ્યના અમુક શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી હતી. કમોસમી વરસાદ વરસી રહ્યો છે. તે વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ નીચું છે. સુરતમાં છેલ્લા એક અઠવાડિયાથી 35 થી 39 ડિગ્રીની ગરમી નોંધાઈ રહી છે. ત્યારે વરસાદ પડવાના કારણે લોકોને ભારે બફાટ વચ્ચે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. પણ ખેડૂતો માટે માઠી બેઠી હોય એવો માહોલ છે.

આ પણ વાંચોઃGujarat Weather: છત્રીઓને કાઢી લો! હજુ પણ ચાર દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે થશે વરસાદ

ખેડુતો ચિંતામાં મુકાયાઃ આ વરસાદે ખેડુતોને ચિંતામાં મૂકી દીધા છે કારણકે, હાલ કેરીની સીઝન ચાલી રહી છે. કેરીના પાકને ભારે નુકસાન થઈ શકે છે. જેને કારણે ખેડૂતોને ભારે હાલાકીને સામનો કરવાનો વારો આવ્યો છે. આ પેહલા પણ જયારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડ્યો હતો. એ સમયે પણ કેરીના પાકને ખૂબ જ નુકસાન થયું હતું. જેને કારણે કેરીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આ રીતે અચાનક વગર સીઝનના માવઠાને કારણે દિવસ અને રાત્રી દરમિયાન તાપમાનમાં ફેરફારને જોવા મળી રહ્યો છે. કેરીનો પાક ગત વર્ષે થયો હતો તે ઉત્પાદન પણ આ વર્ષે ઓછું થયું છે.

આ પણ વાંચોઃGujarat Weather : જામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભરાયા પાણી

પાણી નથી ભરાયાઃ આ વરસાદના કારણે કોઈપણ પ્રકારની જાનહાની અને પાણી ભરાવાની સમસ્યા થઈ નથી. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. પરંતુ આ વરસાદના કારણે કોઈપણ પ્રકારની જાનહાની અને પાણી ભરાવાની સમસ્યા થઈ નથી. આ વરસાદ બાદ લોકોને શરદી ખાંસી અને તાવ આવી શકે તેવી શંકા જોવાઈ રહી છે. જોકે, સતત ઠંડકને કારણે ઉનાળું સીઝન છે કે ચોમાસું એ નક્કી થઈ શકતું નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રવિવારથી પાંચ દિવસ સુધી મહાનગર સુરત તથા એની આસપાસના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ થઈ શકે છે.

ABOUT THE AUTHOR

...view details