સુરત : છેલ્લા 24 કલાકથી ઉકાઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના કારણે હાલ સૂર્યપુત્રી તાપી નદી બંન્ને કાંઠે વહેતી થઈ છે. તાપી નદીનું પાણી શહેરમાં ન પ્રવેશે આ માટે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા રાંદેર અને સેન્ટ્રલ ઝોનના કુલ પાંચ ફ્લેટ ગેટ બંધ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં તાપી નદીના કિનારે રહેતા કુલ 11 પરિવારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે 48 વ્યક્તિઓ અસરગ્રસ્ત થયા હતા. સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં કુલ 110 વ્યક્તિઓને સલામત સ્થળે સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે.
Surat Tapi River : તાપી નદી બંન્ને કાંઠે વહેતા ધર અને મંદિરો થયા જલમગ્ન, લોકોને સ્થાનાંતરિત કરાયા - સુરત તાપી નદી
તાપી નદી બંન્ને કાંઠે વહેતા સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે બનાવવામાં આવેલા ડબકા ઓવારા ખાતે કૃત્રિમ તળાવ પણ વહી જવા પામ્યો હતો. ઓવારા ખાતે આવેલા મંદિરો પણ ડૂબી ગયા હતા. તાપી નદીના રૌદ્ર રૂપ સ્પષ્ટ પણે આકાશીય દ્રશ્યોમાં જોવા મળે છે. સુરત મહાનગર પાલિકાએ સેન્ટ્રલ ઝોનના નીચાણ વાળા વિસ્તારમાંથી 110 વ્યક્તિઓને સલામત સ્થળે સ્થાનાંતરિત કર્યા હતા.
Published : Sep 18, 2023, 7:32 PM IST
લોકોના ઘર અને મંદિરમાં ભરાયા પાણી : બીજી બાજુ ડબકા ઓવારા તાપી નદીનો રોદ્ર જોવા મળી રહ્યો છે. ઓવારા પર આવેલા તમામ મંદિરો જલમગ્ન થઈ ગયા છે. તાપી નદી કિનારે આવેલા ઘરોમાં પણ પાણી જોવા મળી રહ્યું છે. દ્રશ્યોમાં આ સમગ્ર ઘટના સ્પષ્ટ રીતે જોવા મળે છે. સુરત મહાનગરપાલિકા દ્વારા અહીં ગણેશ વિસર્જન માટે કૃત્રમ તળાવ પણ બનાવવામાં આવ્યું હતું. જે પાણીના પ્રચંડ વેગમાં તણાઈ ગયું હતું. જોકે હાલ ઉપરવાસમાં વરસાદ ધીમો પડતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.
રાહતની કામગીરી ચાલું :સુરત મહાનગરની ટીમ મારફતે નીચાણવાળા વિસ્તારોમાં જે પણ લોકો અસરગ્રસ્ત થયા છે, તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સાથો સાથ આ તમામ લોકોને ફૂડ પેકેટ તેમજ પીવાના પાણી સહિતની આરોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. હાલ તાપી નદીમાં પાણીનો પ્રવાહ ખૂબ જ પ્રચંડ હોવાના કારણે લોકોને અવરજવર ટાળવા માટેની અપીલ કરવામાં આવી છે.