સુરતવિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક (Gujarat Election 2022) વિજય મેળવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવે પ્રચારની કમાન (PM Modi Public Meeting in Surat) સંભાળી લીધી છે. સુરતમાં રવિવારે તેમણે મેગા રોડ શૉ કરી વિશાળ જનસભાને સંબોધી હતી. આ સભા પછી વડાપ્રધાને સુરતના 40થી વધુ ઉદ્યોગકારો (Diamond industrialist in Surat) અને સમાજના આગેવાનો સાથે 15 મિનીટ સુધી મુલાકાત કરી હતી. વડાપ્રધાને સુરતમાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. અહીં વડાપ્રધાન રાત્રે અને સવારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ અને સુરતના ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી સાથે બેઠક કરી રહ્યા છે.
સુરતમાં 4 બેઠક પાટીદાર પ્રભુત્વ ધરાવે છેવડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi Public Meeting in Surat) સ્પષ્ટ જણાવ્યું હતું કે, આ વખતે તેઓ વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) ઐતિહાસિક વિજય મેળવવા માગે છે. તેઓ ગુજરાતમાં અનેક સભાઓ (PM Modi Public Meeting in Surat) સંબોધી રહ્યા છે. સુરત ખાતે આવેલી 12 બેઠકમાંથી 4 પાટીદાર પ્રભુત્વ ધરાવનાર બેઠકો છે.
વડાપ્રધાને સંભાળ્યો મોરચો ખાસ કરીને વરાછા બેઠકને મિની સૌરાષ્ટ્ર તરીકે (Varachha Assembly Constituency) ગણવામાં આવે છે. આ બેઠક પર છેલ્લા 8 મહિનાથી જે રીતે આમ આદમી પાર્ટી દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખી આ વખતે પોતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરચો સંભાળ્યો છે. અહીં 31 કિલોમીટર સુધીનો રોડ કર્યા બાદ તેઓ આ જ વરાછા વિસ્તારમાં લાખોની સંખ્યામાં આવેલા લોકો સામે જનસભા કરી હતી.
40 ઉદ્યોગકારો સાથે 15 મિનિટ બેઠકઆ ચાર વિધાનસભા બેઠક (Gujarat Election 2022) પર વિશ્વના સોમાંથી 90 હીરા કટીંગ અને પોલીશીંગ થાય છે. આશરે 15 લાખ રત્ન કલાકારોને આજીવિકા મેળવે છે. ત્યારે આ બેઠકો મહત્વપૂર્ણ ગણાય છે. કારંજ, વરાછા (Varachha Assembly Constituency), કતારગામ અને કામરેજ વિધાનસભા વિસ્તારમાં બહુમતી સાથે વિજય મેળવવા માગે છે. કારણ કે, તેઓ જ્યારે સુરત આવ્યા અને જનસભાને સંબોધિત કર્યા પછી સાથે 40 ઉદ્યોગકારો (Diamond industrialist in Surat) તેમ જ સમાજના આગેવાનો સાથે 15 મિનિટ બેઠક યોજી હતી.
બેક સ્ટેજ કરી બેઠક સભાસ્થળ (PM Modi Public Meeting in Surat) પાછળ બેક સ્ટેજ ઉદ્યોગકારો સાથે વડાપ્રધાન મળ્યા હતા. પાટીદાર ગઢમાં ડેમેજ કન્ટ્રોલ કરવા માટે વડાપ્રધાન પ્રયાસ કરી રહ્યા છે. એટલું જ નહીં, સવારે પણ સર્કિટ હાઉસમાં રોકાણ સમયે પણ તેઓ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવી સાથે બેઠક કરી હતી.