ગુજરાત

gujarat

By

Published : Nov 18, 2022, 12:26 PM IST

Updated : Nov 18, 2022, 5:14 PM IST

ETV Bharat / state

સુરતમાં સૌપ્રથમ વખત સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાને, લિંબાયતમાં 44માંથી 35 ઉમેદવાર

સુરતમાં 16 વિધાનસભા બેઠક પર કુલ 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે. ત્યારે આ વખતે પહેલી વાર સૌથી વધારે મુસ્લિમ ઉમેદવારોએ (Muslim Candidates Nomination Form for Surat) પણ હોંશે હોંશે ઉમેદવારી નોંધાવી છે. અહીં લિંબાયત બેઠક (Limbayat assembly seat) પર સૌથી વધુ 44 ઉમેદવાર છે. તેમાંથી 35 તો મુસ્લિમ ઉમેદવાર છે. ત્યારે અન્ય બેઠક (Surat Assembly Seats) પર કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે આવો જાણીએ.

સુરતમાં સૌપ્રથમ વખત સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાને, લિંબાયતમાં 44માંથી 35 ઉમેદવાર
સુરતમાં સૌપ્રથમ વખત સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારો ઉતર્યા ચૂંટણી મેદાને, લિંબાયતમાં 44માંથી 35 ઉમેદવાર

સુરતશહેર જિલ્લાની 16 વિધાનસભા બેઠકો (Surat Assembly Seats) પર ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક ઉમેદવારોએ પોતાની દાવેદારી પરત ખેંચી લીધી હતી. ત્યારબાદ ચિત્ર સ્પષ્ટ થયું હતું. ત્યારે આ વખતે અહીં 168 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ (Gujarat Election 2022) જામશે. આ સાથે જ આ વખતે સૌપ્રથમ વખત સૌથી વધારે મુસ્લિમ ઉમેદવારો ચૂંટણી લડવા જઈ રહ્યા છે.

મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા વધી

લિંબાયતમાં સૌથી વધુ ઉમેદવારો લિંબાયત વિધાનસભા બેઠક (Limbayat assembly seat) પર સૌથી વધુ ઉમેદવારો છે અહીં 44માંથી 35 મુસ્લીમ ઉમેદવાર છે જ્યારે સુરત પૂર્વમાં 14 માંથી 12 ઉમેદવાર મુસ્લિમ છે. આ બેઠકો પર મુસ્લિમ ઉમેદવારો વધારે હોવાના કારણે નિષ્ણાત માની રહ્યા છે કે અહીં મુસ્લિમ વહેંચાઈ શકે છે..

મુસ્લિમ ઉમેદવારોની સંખ્યા વધી

44માંથી 35 ઉમેદવારો મુસ્લિમ સમાજના પ્રથમ તબક્કા માટે જે ફાઇનલ ઉમેદવારોની યાદી ચૂંટણી પંચ (Election Commission of Gujarat) દ્વારા જાહેર કરવામાં આવી છે. તેમાં સૌથી વધુ ઉમેદવારો સુરત શહેરના લિંબાયત વિધાનસભા બેઠક પર જોવા મળી રહ્યા છે. આ બેઠક પર 44 જેટલા ઉમેદવારો એક જંગ લડવા માટે તૈયારી કરી છે. આ 44 જેટલા ઉમેદવારોમાં સૌથી વધુ ઉમેદવારો મુસ્લિમ સમાજના છે. આ બેઠક પર 35 જેટલા મુસ્લિમ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

મુસ્લિમ મતદાતાઓની સંખ્યા વધુ કારણ કે, આ બેઠક પર મુસ્લિમ મતદાતાઓની સંખ્યા (Muslim Voters in Surat) વધુ છે. બીજી તરફ આટલી સંખ્યામાં મુસ્લિમ મતદાતા હોવાના કારણે મુસ્લિમમાં મતોનું ધ્રુવીકરણ અહીં જોવા મળશે. ભાજપે અહીંથી મરાઠી સમાજથી આવનારાં અને છેલ્લા 2 ટર્મથી ધારાસભ્ય રહી ચૂકેલાં સંગીતા પાટીલને (Sangeeta Patil BJP Candidate for Limbayat) ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ગોપાલ પાર્ટી અને આમ આદમી પાર્ટી તરફથી પંકજભાઈ તાયડે ચૂંટણી લડશે.. આ વિધાનસભા બેઠક પરથી 30 જેટલા મુસ્લિમ ઉમેદવારો અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે અન્ય 5 મુસ્લિમ ઉમેદવારો બીજા રાજકીય પક્ષથી ચૂંટણી (Gujarat Election 2022) લડી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર માત્ર 16 જેટલા ઉમેદવારો હતા.

163- લિંબાયત વિધાનસભા જાતિગત સમીકરણઅહીં કુલ 2,54,835 મતદારો છે. તેમાંથી 1,10,357 સ્ત્રી મતદારો અને 1,44,472 પુરૂષ મતદારો છે. તેમાંથી 76,758 મુસ્લિમ, 80,235 મરાઠી, 28,920 ગુજરાતી, 20,795 ઉત્તર ભારતીય, 11,282 રાજસ્થાની, 12,220 તેલુગુ, 130 આંધ્રપ્રદેશના, 126 ઓરિસ્સાના છે.

12 ઉમેદવારો મુસ્લિમ સમાજનાસુરત લિંબાયત વિધાનસભા બેઠકની (Limbayat assembly seat) જેમ સુરત પૂર્વમાં પણ ઉમેદવારો મુસ્લિમ સમાજથી આવે છે. કુલ 14 ઉમેદવારોમાંથી 12 ઉમેદવારો મુસ્લિમ સમાજના છે. અહીં મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક ભૂમિકામાં હોય છે. લિંબાયતની જેમ અહીં પણ મુસ્લિમ ઉમેદવારો અપક્ષમાં વધારે છે. 8 જેટલા મુસ્લિમ ઉમેદવારો અપક્ષ ચૂંટણી (Gujarat Election 2022) લડી રહ્યા છે.

દ્વિપક્ષીય જંગ વર્ષ 2017ની વાત કરવામાં આવે તો, તે સમયે આ બેઠક પર તે સમયે પણ 14 જેટલા ઉમેદવારો હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી આપના ઉમેદવાર કંચન જરીવાલાએ ફોર્મ પર ત ખેંચી લેતા હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગ જોવા મળશે. કૉંગ્રેસ તરફથી અસ્લમ સાઈકલવાળા જ્યારે ભાજપ તરફથી અરવિંદ રાણા આ બેઠક પર મજબૂત દાવેદાર છે.

159 સુરત પૂર્વ વિધાનસભામાં જાતિગત સમીકરણઅહીં કુલ મતદારો 1,99,058 છે. તેમાંથી 97,816 સ્ત્રી મતદારો અને 1,01,232 પુરૂષ મતદારો છે. આમાંથી 69,689 મુસ્લિમ, 20,331 ખત્રી સમાજ, 8,558 વહોરા સમાજ, 5,068 અનુસૂચિત જાતિ, 6,396 પટેલ, 11,894 મોઢ વણિક, 22,132 રાણા સમાજ, 2,607 મરાઠી સમાજ, 7,752 અનુસૂચિત જનજનજાતિ અને 3,380 ખારવા સમાજના મતદારો છે.

મતોનું ધ્રુવીકરણ થાયઆ બંને બેઠક પર મુસ્લિમમાં ઉમેદવારો સૌથી વધુ હોવાના કારણે નિષ્ણાતો માની રહ્યા છે કે, આ બેઠકો પર મુસ્લિમ મતદાતાઓના મતોનું ધ્રુવીકરણ થશે. આ અંગે વરિષ્ઠ પત્રકાર નરેશ વરિયાએ જણાવ્યું હતું કે, ઘણી વખત જોવા મળે છે કે, કોઈ જ્ઞાતિના મતદાતાઓ કોઈ પણ વિધાનસભા બેઠક પર (Surat Assembly Seats) વધારે હોય તો રાજકારણીઓ આ બેઠકો પર અપક્ષ તે જ જ્ઞાતિના ઉમેદવારોને ઊભો કરતી હોય છે, જેથી મતોનું ધ્રુવીકરણ થાય. આ બંને બેઠક એવી છે, જેમાં મુસ્લિમ સમાજના મતદાતાઓ નિર્ણાયક ભૂમિકામાં હોય છે અને આ બંને બેઠક પર આ મતદાતાઓના કારણે ભાજપને નુકસાની થઈ શકે છે. જોકે, હવે અપક્ષમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ઉમેદવારો હોવાના કારણે મતોનું વિભાજન થશે જેનો લાભ ભાજપને મળી શકે છે.

Last Updated : Nov 18, 2022, 5:14 PM IST

ABOUT THE AUTHOR

...view details