ગુજરાત

gujarat

By

Published : Nov 18, 2022, 9:41 AM IST

Updated : Nov 18, 2022, 10:11 AM IST

ETV Bharat / state

કૉંગ્રેસના એક માત્ર ઉમેદવાર જે રહે તો ગુજરાતમાં છે પણ મત ભોજપુરી ભાષામાં માગે છે

સુરતમાં ઉધના વિધાનસભા બેઠક (Udhana Assembly constituency) પર કૉંગ્રેસે ધનસુખ રાજપૂતને ટિકીટ (Dhansukh Rajput Congress Candidate for Udhana) આપી છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. એટલે હવે તેમણે ડોર ટૂ ડોર પ્રચાર શરૂ કર્યો છે. નવાઈની વાત એ છે કે, તેઓ જ્યારે યુપી અને બિહારના લોકો (Gujarat Election 2022) પાસે પ્રચાર માટે જાય છે. ત્યારે તેઓ ગુજરાતી, હિન્દી નહીં પરંતુ ભોજપુરી ભાષામાં (Surat Candidate Campaigning in Bhojpuri) મત માગે છે.

કૉંગ્રેસના એક માત્ર ઉમેદવાર જે રહે તો ગુજરાતમાં છે પણ મત ભોજપુરી ભાષામાં માગે છે
કૉંગ્રેસના એક માત્ર ઉમેદવાર જે રહે તો ગુજરાતમાં છે પણ મત ભોજપુરી ભાષામાં માગે છે

સુરતહિન્દી ફિલ્મ અભિનેતા ગોવિંદાની એક ફિલ્મમાં ગીત હતું કે, યુપી વાલા ઠુમકા લગાઉં કે હીરો જૈસે નાચ કે દિખાઉં. આવા જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે ઉધના વિધાનસભા બેઠક પરના કૉંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂતની. રાજ્યમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીય લોકો (Surat Assembly Seats) રહે છે, જેમનો જીડીપી ગ્રોથમાં સિંહફાળો છે, પરંતુ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Election 2022) માત્ર એક જ એવા ઉમેદવાર છે, જે મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી છે. કૉંગ્રેસે આ વખતે સુરતના ઉધના વિધાનસભા બેઠક (Udhana Assembly constituency) પરથી ઉત્તર ભારતીય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. આ બેઠક પર લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો રહે છે.

ભોજપુરી ભાષામાં પ્રચાર ઉમેદવાર ધનસુખ રાજપૂત (Dhansukh Rajput Congress Candidate for Udhana) ગુજરાતી કે હિન્દીમાં નહીં, પરંતુ ભોજપુરી ભાષામાં (Surat Candidate Campaigning in Bhojpuri) લોકો સાથે સંપર્ક કરી રહ્યા છે અને મત આપવા અપીલ કરી રહ્યા છે.

3 બેઠક પર પરપ્રાંતીયોની સંખ્યા વધુ

3 બેઠક પર પરપ્રાંતીયોની સંખ્યા વધુસુરતમાં 12 વિધાનસભા બેઠક (Surat Assembly Seats) છે અને ત્રણ બેઠક એવી છે, જેમાં પરપ્રાંતીયો લાખોની સંખ્યામાં વસે છે. તેઓ વર્ષોથી સુરતમાં લાખોની સંખ્યામાં પરપ્રાંતીય હોવા છતાં ક્યારે પણ ભાજપ એ સુરતમાં કોઈ પણ પરપ્રાંતીય ઉમેદવારને તક આપી નથી. આ વખતે ઉત્તર ભારતીય મતદાતાઓને આશા હતી કે, 84 બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી પરપ્રાંતીય ઉમેદવારને મેદાનમાં ઉતારશે, પરંતુ તેમને નિરાશા હાથ લાગી હતી.

યુપી કનેક્શન ઇન ગુજરાત જોકે, કૉંગ્રેસે ઉધના વિધાનસભા બેઠક (Udhana Assembly constituency) પર મૂળ ઉત્તર ભારતીય ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે. કૉંગ્રેસના ઉમેદવાર ધનસુખ રાજપૂત (Dhansukh Rajput Congress Candidate for Udhana) હાલ પ્રચારમાં લાગી ગયા છે. તેઓ ડોર ટૂ ડોર કેમ્પેનીંગ કરી રહ્યા છે. ખાસ કરીને જ્યારે તેઓ યુપી અને બિહારના રહેવાસીઓ પાસે જાય છે. ત્યારે ભોજપુરીમાં મત (Surat Candidate Campaigning in Bhojpuri) માગે છે. તેઓ યુપી અને બિહારના લોકો સાથે ભોજપુરી માં વાત કરે છે .જેથી તેઓ ગુજરાતની સાથોસાથ ઉત્તરપ્રદેશ કનેક્શન પણ જોડી શકે.

પ્રતિનિધિત્વ ધરાવતા વ્યક્તિ નથીકૉંગ્રેસ ઉમેદવાર ધનસુખ રાજપૂતે (Dhansukh Rajput Congress Candidate for Udhana) જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં 25 લાખથી પણ વધુ ઉત્તર ભારતીય રહે છે. તેમ છતાં ક્યારે પણ તેમને પ્રતિનિધિત્વ મળ્યું નથી. તેમને લોકોના મત જોઈએ, પરંતુ તેમની સમસ્યાનો નિકાલ લાવવા માટે પ્રતિનિધિત્વ કરી શકે આવા લોકોને તક આપવામાં આવતી નથી. માત્ર કૉંગ્રેસ એવી પાર્ટી છે કે, વારંવાર ઉતર ભારતીયને તક આપતી રહી છે. ઉત્તર ભારતીયોની અનેક સમસ્યા છે, જેમાં રેલવે, વિજળી, પાણીનો સમાવેશ થાય છે, પરંતુ તેમની પાસે કોઈ પ્રતિનિધિત્વ ધરાવતા વ્યક્તિ નથી. આના કારણે તેઓ આ સમસ્યાનો નિકાલ લાવી શકે.

પોતાનાનો ભાવ આવે છે તેમણે વધુમાં (Dhansukh Rajput Congress Candidate for Udhana) જણાવ્યું હતું કે હું જ્યાં પણ જાઉં છું ત્યાં ભોજપુરી ભાષામાં લોકો સાથે સંપર્ક કરું છું. કારણ કે, અમારી ભાષા છે અને અહીં રહેનારા લોકો સાથે આ જ ભાષામાં અમે વાત કરતા હોઈએ છીએ. આનાથી પોતાનાનો ભાવ આવે છે. મારા વિસ્તારમાં યુપી બિહાર સહિતના ઉત્તર ભારતના લોકો વધુ સંખ્યામાં રહે છે અને આ લોકોને નિર્ણાયક મતદાતાઓમાંથી એક છે. તેમની અનેક સમસ્યાઓ છે. અમે જ્યારે ભોજપુરી ભાષામાં વાત કરીએ છીએ ત્યારે તેમને લાગે છે કે, અમારા વતનના કોઈ વ્યક્તિને એક તક મળી છે અને તેઓ તેના કારણે અમારી સાથે રહે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ધનસુખ રાજપૂત (Dhansukh Rajput Congress Candidate for Udhana) પર કોંગ્રેસે ચૂંટણી માટે 9 વાર ભરોસો મૂક્યો છે જેમાંથી ત્રણ વાર તેઓએ જીત પણ મેળવી છે તેમની રાજકીય સફર અંગે જાણકારી મેળવીશું તો જાણવા મળે છે કે, તેઓ કૉંગ્રેસ માટે ખાસ કાર્યકર્તા તરીકે કાર્યરત્ રહ્યા છે. આજ કારણ છે કે, કોર્પોરેશનથી લઈને લોકસભાની ચૂંટણીમાં તેમને તક આપવામાં આવી છે.

કારકિર્દી પર નજરકૉંગ્રેસના આ ઉમેદવાર વર્ષ 1995માં સુરત મહાનરપાલિકામાં હાર, 2005માં સુરત મહાનરપાલિકામાં જીત, વર્ષ 2009માં નવસારી લોકસભા બેઠક પરથી હાર, વર્ષ 2010માં સુરત મહાનરપાલિકામાં જીત, વર્ષ 2012માં ઉધના વિધાનસભા બેઠક પર હાર, વર્ષ 2015માં સુરત મહાનરપાલિકામાં જીત, વર્ષ 2016માં ચોર્યાસી વિધાનસભા (પેટા ચૂંટણી)માં હાર, વર્ષ 2021 સુરત મહાનરપાલિકામાં હારનો સામનો કર્યો છે. તેમ છતાં વર્ષ 2022 ઉધના વિધાનસભા બેઠક પરથી ફરી તેમને ટિકીટ આપવામાં આવી છે.

Last Updated : Nov 18, 2022, 10:11 AM IST

ABOUT THE AUTHOR

...view details