અમદાવાદરાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનું પરિણામ (Surat Limbayat Assembly Seat Result) આજે જાહેર થઈ ગયું છે. ત્યારે ભાજપનાં ઉમેદવાર સંગીતા પાટીલનો આ બેઠક પરથી વિજય થયો છે. તેના કારણે ઉમેદવાર અને સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોકે અત્યારે મતગણતરીના 5 રાઉન્ડના અંતે ભાજપનાં ઉમેદવાર સંગીતા પાટીલ 2016 મતથી લીડ કરી રહ્યાં હતા. આ સાથે જ આજે તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થઈ ગયું છે. ત્યારે આજે આપણે વાત કરીએ સુરતની લિંબાયત બેઠકની કે, જ્યાં હંમેશા મરાઠી સમુદાય સૌથી નિર્ણાયક રહ્યો છે. ભાજપે આ વખતે અહીંથી મરાઠી સમુદાયમાંથી જ આવતાં ઉમેદવારને ચૂંટણી મેદાને ઉતાર્યાં હતાં.
બેઠક પરનું મતદાનસુરતની લિંબાયત બેઠક (Limbayat Assembly Seat) પર આ વખતે કુલ 58.53 ટકા મતદાન થયું હતું. જ્યારે ગત ચૂંટણીમાં અહીં 65.66 ટકા મતદાન થયું હતું. એટલે કે આ વખતે અહીં 7.13 ટકા ઓછું મતદાન (Low turnout in Limbayat) થયું છે. આ વખતે આ બેઠક પરથી સૌથી વધુ મુસ્લિમ ઉમેદવારોએ પણ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે હવે નિષ્ણાતો માની રહ્યા છે કે, અહીં મત વહેંચાઈ શકે છે.
બેઠક પરના ઉમેદવારભાજપે આ વખતે લિંબાયત બેઠક (Limbayat Assembly Seat) પરથી સંગીતા પાટીલને (Sangita Patil Limbayat BJP candidate) ટિકીટ આપી હતી. જ્યારે કૉંગ્રેસે ગોપાલ પાટીલ અને આમ આદમી પાર્ટીએ પંકજ તાયડેને ટિકીટ આપી હતી.
કાંટાની ટક્કરભાજપે આંતરિક વિખવાદ વચ્ચે પણ આ બેઠક પરથી ફરી એક વાર સંગીતા પાટીલને (Sangita Patil Limbayat BJP candidate) ચૂંટણી મેદાને ઉતાર્યા હતા. તો ભાજપનાં ઉમેદવાર સંગીતા પાટીલને ટિકીટ આપવા બાબતે ઘણો વિરોધ થયો હતો. જોકે, તેઓ પાર્ટી પ્રમુખની નજીકના ગણાતા હોવાથી તેમને ટિકીટ મળશે તે તો પહેલાથી જ નક્કી હતું. આ બેઠક પર પાટીલ સમુદાયનું પણ વર્ચસ્વ વધુ છે. એટલે તેમની જીત હવે નિશ્ચિત માનવામાં આવી રહી છે. તો કૉંગ્રેસે સૌથી વધુ નિષ્ક્રીય સાબિત થયેલા ગોપાલ પાટીલને ટિકીટ આપી હતી. તેઓ માત્ર પાર્ટી ફંડ માટે જ ચૂંટણી લડ્યા હોવાનું જણાયું હતું. બીજી તરફ આમ આદમી પાર્ટીએ નવા ચહેરા પંકજ તાયડેને મેદાને ઉતાર્યા હતા.
જ્ઞાતિ સમીકરણઅહીંથી આવેલા અન્ય લોકોની વસ્તી આ વિસ્તારમાં વધુ છે. લિંબાયત વિધાનસભા બેઠકના (Limbayat Assembly Seat) મતદારોમાં કુલ મતદારો: 258729 પૈકી મહિલા મતદારો: 112290, પુરૂષ મતદારો: 146433 અને અન્ય: 06 મતદારો છએ. જો લિંબાયત વિધાનસભા બેઠકની વાત કરીએ તો આ બેઠક પર મરાઠી લોકોનો પ્રભાવ વધુ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં મુસ્લિમો, ગુજરાતીઓ, ઉત્તર ભારતીયો વગેરે પણ બહુમતીમાં છે. આંકડાકીય રીતે લિંબાયત સીટ પર મરાઠી 80235, મુસ્લિમ 76758, ગુજરાતી 28290, ઉત્તર ભારતીય 20795, રાજસ્થાની 11282, તેલુગુ 12220, આંધ્રપ્રદેશ 130નો આંકડો જોવા મળે છે. આ બેઠક પર મરાઠી અને મુસ્લિમ મતો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. અહીં મરાઠી સમુદાયના મતોનું વિશેષ મહત્વ છે. આ વિસ્તારમાં 2017ની ચૂંટણીમાં (2017 Election Limbayat Result) ભાજપ, કોંગ્રેસ અને શિવસેનાના ત્રણેય ઉમેદવારો મરાઠી સમુદાયના હતા, જેના કારણે અહીં મરાઠી મતોનું વિભાજન થયું હતું. મરાઠી સમુદાયના મતોના વિભાજન પછી આ પ્રદેશમાં મુસ્લિમ મતદારો મહત્વની અને નોંધપાત્ર ભૂમિકા ભજવે છે.
મતદાન સમયનો માહોલલિંબાયત વિધાનસભાની બેઠકો (Limbayat Assembly Seat) ઉપર આ વખતે સૌથી વધુ 44 ઉમેદવારો નોંધાયા હતા. આમાંથી 35 જેટલા ઉમેદવારો મુસ્લિમ સમાજમાંથી આવે છે. અહીં કુલ 269 મતદાન મથકો પર મતદાન કરવામાં (Low turnout in Limbayat) આવ્યું હતું. ત્યારે અહીંના મત વિસ્તારના લોકો મોંઘવારી, ભણેલાગણેલા નવ યુવાનોને નોકરી મળે, એક સમાન નાગરિકતા શિક્ષણ જેવા અલગ અલગ મુદ્દે મતદાન કરવા પહોંચ્યા હતા.