ગુજરાત

gujarat

ETV Bharat / state

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બપોરે 2 વાગ્યે પ્રધાનપદની શપથ લિધા, જાણો આ મૂહર્તની ખાસિયત - pandit devrat kashyap

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ છે ત્યારે ફરી (gujarat cm bhupendra patel oath)એક વખત ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી ઐતિહાસિક સીટ મેળવી જીત મેળવી છે. હવે આજરોજ ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ફરી એક વખત રાજ્યના મુખ્યપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે તેઓ આજરોજ બપોરે 2:00 વાગે શપથ વિધિ કરશે. જ્યોતિષશાસ્ત્ર મુજબ 2:00 વાગ્યે નું મૂહર્ત ની ખાસિયત શું છે? આવો જાણીએ?

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બપોરે 2 વાગ્યે પ્રધાનપદની શપથ લેશે, જાણો આ મૂહર્તની ખાસિયત
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બપોરે 2 વાગ્યે પ્રધાનપદની શપથ લેશે, જાણો આ મૂહર્તની ખાસિયત

By

Published : Dec 12, 2022, 1:26 PM IST

Updated : Dec 12, 2022, 3:07 PM IST

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે બપોરે 2 વાગ્યે પ્રધાનપદની શપથ લેશે, જાણો આ મૂહર્તની ખાસિયત

સુરત:સુરતના નામચીન જ્યોતિષ શાસ્ત્રી પંડિત દેવ્રત કાશ્યપે કહ્યુ હતુ કે,(gujarat cm bhupendra patel oath) મુખ્યપ્રધાન તરીકે આજે તારીખ 12-12-2022ના રોજ બપોરે 2 વાગ્યાની આસપાસ રાજ્યના મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ બીજી વાર શપથ ગ્રહણ કરશે. કારણકે, આજે ચતુર્થી ચોથ સોમવાર અને પુષ્પનક્ષત્ર છે.

વિરોધીઓ શાંત રહેશે:વધુમાં જણાવ્યું કે, સત્તા ગ્રહણ કરવા માટે આ યોગ ઉત્તમ ગણવામાં આવે છે. (gujarat cm bhupendra patel )શપથ ગ્રહણ સમયે મીન લગ્નન ઉદીત છે. જેના સ્વામી પોતે ગુરુ સ્વગૃહિ છે. સત્તા સ્થાનમાં શુક્ર અને બુધ સૌમ્યતા સુચવે છે. આ શપથ ગ્રહણ બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનો સત્તા સ્થાનનું વર્ચસ્વ વધતું જણાશે. મોટાભાગના હરીફો અને વિરોધીઓ શાંત રહેશે. એકંદરે ઉત્તમ મુહૂર્ત જોઈ આ શપથવિધિ નું આયોજન કરવામાં આવેલ છે. બીજી એક ખાસ વાત એ છે કે, મુખ્યપ્રધાન તરીકે પ્રથમ શપથ ભૂપેન્દ્રભાઈ પટેલે તારીખ 13 સપ્ટેમ્બર 2021 સોમવારના રોજ બપોરે 2:00 વાગ્યે 21 મિનિટના 31 સેકન્ડ ના સમયે લીધા હતા. એ સમયે ઉદિત લગ્નન અને ધન લગ્નન જે ગુરુના સ્વામીત્વનું છે તે વૃશ્ચિક રાશિ જેસંઠા નક્ષત્ર હતા. તે દિવસે પણ સોમવાર હતો. તે દિવસે પણ ગુરુનો લગ્નન ઉદિત થયો હતો.

કારકિર્દી અને સિદ્ધિઓ:વધુમાં તેમણે જણાવ્યું કે,આજે 12-12-2022ના રોજ પણ એજ રીતે યોગ છે. ગુરુના સ્વામિત્વ વાળા યોગમાં શપથ લીધેલા અને આજે મીન લગ્નન જે પણ ગુરુના સ્વામિત્વ વાળું છે. એટલે ગુરુ પોતે સ્વાગૃહી છે. ગ્રહ સ્થિતિ અને મુહૂર્ત બંને એમના માટે અનુકૂળ છે. ભવિષ્યમાં ઉજવળ કારકિર્દી અને સિદ્ધિઓ મેળવશે. સત્તામાં તેમનું વર્ચસ્વ વધશે.

Last Updated : Dec 12, 2022, 3:07 PM IST

ABOUT THE AUTHOR

...view details