સુરત : બારડોલી વિધાનસભાના કડોદરા ખાતે સરદાર (Surat assembly seat) પટેલને યાદ કરી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજ સુધી કોંગ્રેસનો કોઈ નેતા સરદાર પટેલના સ્ટેચ્યુને એક ફૂલ પણ નથી ચઢાવ્યું. પોતાના પરિવારથી આગળ કોંગ્રેસે કઈ કર્યું જ નથી. તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસે દેશના લોકતંત્રને પરિવારતંત્રમાં બદલવાનું કામ કર્યું છે. (Amit Shah attacked Congress)
વારંવાર કોંગ્રેસીયા કહીને સંબોધન કર્યું પલસાણા તાલુકાના કડોદરા ખાતે જાહેર સભામાં અમિત શાહે કોંગ્રેસને વારંવાર કોંગ્રેસીયા કહીને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, કોંગ્રેસીયાઓ ચૂંટણી આવે ત્યારે જ સરદારનું નામ વટાવવાનું કામ કરે છે. સરદારને ભુલાવવા કોંગ્રેસે કોઈ કસર છોડી નથી. અંતિમ સંસ્કારથી લઈ સરદાર પટેલને ભારત રત્ન ન મળે ત્યાં સુધી ચિંતા ગાંધી નહેરુ પરિવારે કરી છે. તેમણે કોંગ્રેસને આડેહાથે લેતા જણાવ્યું કે, એક એવો ફોટો બતાવો જેમાં કોંગ્રેસના નેતાઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચરણમાં ફૂલ ચઢાવ્યા હોય. તમારે કોંગ્રેસના માધ્યમથી આગળ આવવું હોય તો મોટા મા બાપને ત્યાં જન્મ લેવું પડે. ભાજપમાં વ્યક્તિનું મેરીટ જોવાય છે, જ્યારે કોંગ્રેસમાં મા બાપ જોવાય છે. કોંગ્રેસે દેશના લોકતંત્રને પરિવારતંત્રમાં બદલવાનું કામ કર્યું છે. (Amit Shah sabha in Kadodara)