ગુજરાત

gujarat

By

Published : Dec 18, 2021, 12:17 PM IST

Updated : Dec 18, 2021, 12:48 PM IST

ETV Bharat / state

Gram Panchayat Election 2021 : સુરત જિલ્લા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 94 અતિસંવેદનશીલ મતદાન મથક

19મી ડિસેમ્બરે(19th december election in surat) સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election in Gujarat 2021) યોજાશે. જેમાં સુરત જિલ્લાના 9 તાલુકાઓમાં 407 ગામડાઓ છે. 391 સરપંચોની બેઠક સહિત 2549 વોર્ડના સભ્યો છે. સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Surat Gram Panchayat Election) મતદાતાઓની કુલ સંખ્યા 81517 છે.

Gram Panchayat Election in Surat : 19મી ડિસેમ્બરે સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે
Gram Panchayat Election in Surat : 19મી ડિસેમ્બરે સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે

સુરતઃ રાજ્યમાં ઠેર ઠેર ગ્રામ પંચાયતની ચૂંટણીનો(gram panchayat election in gujarat) માહોલ ગરમાય રહ્યો છે. ત્યારે 19મી ડિસેમ્બરે સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election in Surat) યોજાશે. જેમાં જિલ્લાના 9 તાલુકાઓમાં 407 ગામડાઓ છે. જેમાં 391 સરપંચોની બેઠક છે. તેમજ 2549 વોર્ડના સભ્યો સહિત 949 મતદાન મથક છે. આ ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવતી મતદાન પેટીઓ કુલ 1915 છે.

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પુરુષોની સંખ્યા વધુ

સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં(Surat Gram Panchayat Election) 102 જેટલાં ચૂંટણી અધિકારીઓ તેમજ 102 જેટલાં મદદનીશ ચૂંટણી અધિકારીઓ છે. આ વખતે પુરુષોની સંખ્યા 4,14,245 જેટલા મતદાતાઓ અને સ્ત્રીઓની સંખ્યા 4,02,259 જેટલા મતદાતાઓ છે. કુલ મળીને 81517 મતદાતાઓ મત આપશે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પોલિંગ સ્ટાફની સંખ્યા વાત કરીએ તો કુલ 5172 તેમજ 1657 પોલીસ કર્મચારીઓ ખડેપગે તહેનાત રહેશે.

આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 94 અતિસંવેદનશીલ મતદાન મથક છે

19મી ડિસેમ્બરે(19th december election in surat) સુરત જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat Election 2021) યોજાશે. જે સુરત જિલ્લાની 9 તાલુકાઓમાં થવા જઈ રહી છે. એમાં કુલ 949 મતદાન મથક છે. આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 94 અતિસંવેદનશીલ મતદાન મથક છે. ઓલપાડ- 30, માંડવી- 10, માંગરોળ- 41 અને ઉમરપાડા- 13 એમ કુલ મળીને 94 અતિસંવેદનશીલ મતદાન મથક છે. જ્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત(police provision in gram panchayat elections in surat) ગોઠવવામાં આવશે.

આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 267 સંવેદનશીલ મતદાન મથક છે

સુરત જિલ્લાની(surat election 2021) 9 તાલુકાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી થવા જઈ રહી છે.આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 267 સંવેદનશીલ મતદાન મથક છે. જેમાં ચોર્યાસી- 28, ઓલપાડ-52, કામરેજ-15, પરસાણા-26, બારડોલી-37, મહુવા- 15 માંડવી- 23, માંગરોળ 33 અને ઉમરપાડા- 38 એમ કુલ મળીને 267 સંવેદનશીલ મતદાન મથક છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election 2021: પૂર્વે ઉનાઈના ચરવીમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો

આ પણ વાંચોઃ Samras Gram Panchayat Maska : વિવિધ જ્ઞાતિની વસતી ધરાવતું ગામ 30 વર્ષ બાદ સમરસ બન્યું

Last Updated : Dec 18, 2021, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details