સુરતઃ શહેરમાં રહેતા સૌરાષ્ટ્રવાસીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (GRAM PANCHAYAT ELECTION 2021)મતદાન કરવા નીકળ્યા પોતાના વતને ગામના વિકાસ માટે મતદાતાઓ સૌરાષ્ટ્ર જવા રવાના આજે 700 જેટલી બસો સૌરાષ્ટ્ર જવા રવાના થઈ છે.
સૌરાષ્ટ્રવાસીઓ મતદાન કરવા નીકળ્યા
ગુજરાત રાજ્યમાંગ્રામ પંચાયતની ચૂંટણી(Gram Panchayat elections in the state of Gujarat) છે. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં રહેતા લાખોની સંખ્યામાં સૌરાષ્ટ્રવાસીઓ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગામના વિકાસ માટે મતદાન કરવા નીકળી પડ્યા. સુરત શહેરમાંથી કુલ 700 જેટલી બસમાં સૌરાષ્ટ્ર લોકો મતદાન કરવા પોતાના વતન ગયા છે. મોટાભાગના બસનું બુકીંગ જે તે ગામના સરપંચ દ્વારા જ કરવામાં આવ્યું છે.