કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા 50 હજાર એકરમાં ડાંગરનીં ખેતી કરી શકશે ખેડૂતો - ડાંગર
સુરત: દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ ખેચાતા ડાંગરની ખેતી કરનાર ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી હતી. ખેડૂતો દ્વારા સરકાર પાસે સિંચાઈ માટેના પાણીની માંગણી કરવામાં આવી હતી કે, ડાંગરની ખેતી માટે સરકાર ખેડૂતોને પાણી આપે. જોકે છેલ્લા કેટલાક સમયથી સુરત અને તાપી જિલ્લામાં પડેલા વરસાદના લીધે કાકરાપાર ડેમમાં નવા નીર આવતા ખેડૂતો ચિંતા મુક્ત થયા છે. કારણ કે સરકારે કાકરાપાર ડેમમાંથી પાણી ડાંગરની ખેતી માટે છોડવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે.
કાકરાપાર ડેમમાંથી પાણી છોડાતા 50 હજાર એકરમાં ડાંગરનીં ખેતી કરી શકશે ખેડૂતો
એક બાજુ ઉકાઈ ડેમમાં પાણી ઓછું છે અને બીજી બાજુ આ વખતે ચોમાસુ પણ ખેંચાયો હતો આ બંન્ને સમસ્યાને લીધે ખેડૂતોને ડાંગરની ખેતી કરવા માટે પાણીની ભારે અછતની સમસ્યા ઉભી થઇ હતી, અત્યાર સુધીમાં ૫૦ હજાર એકર ડાંગરની ખેતી કરવાની બાકી હતી અને વરસાદના પડતાં ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. જેના અનુસંધાનમાં ગુજરાત ખેડૂત સમાજ દ્વારા રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે દક્ષિણ ગુજરાતમાં પચાસ હજાર એકર ડાંગરની ખેતી માટે સરકાર પાણી આપે.