સુરત :ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના (Aam Aadmi Party) દિગ્ગજ નેતાઓ હાર્યા છે. જોકે આમ આદમી પાર્ટી તેમ છતાં આ ચૂંટણીને ઐતિહાસિક ગણી રહી છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાએ (Gopal Italia)જણાવ્યું હતું કે, ચૂંટણીમાં ગુજરાતની પ્રજાએ 40 લાખથી પણ વધુ મતો આપીને આમ આદમી પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટી બનાવી છે. (Aam Aadmi Party Gujarat)
વિશ્વની સૌથી મોટી પાર્ટીને ફાઇટ આપી CM ચહેરો ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા પાસના કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા સહિતના આમ આદમી પાર્ટીના દિગ્ગજો ચૂંટણી હારી ગયા છે. તો બીજી બાજુ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ આ ચૂંટણીને ઐતિહાસિક ગણાવી રહ્યા છે અને સાથે તેઓએ જણાવ્યું હતું કે, આપને નેશનલ પાર્ટી બનાવવા માટે લોકોએ મદદ કરી છે. વિશ્વની સૌથી નાની પાર્ટીએ વિશ્વની સૌથી મોટી પાર્ટીને ફાઇટ આપી છે. અમે લોકો વચ્ચે જઈશું જે પણ ખામી છે તે દૂર કરવા માટે પ્રયત્ન કરીશું. (Gujarat Assembly Election 2022)