ગુજરાત

gujarat

ETV Bharat / state

આત્મનિર્ભર સખી મંડળ દ્વારા તૈયાર કરાયા ગોલ્ડન દીવડા, કચ્છના રણોત્સવમાં થશે વેચાણ - special story

સુરતમાં મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિવાળી પર્વને લઈને સખી મંડળ અને નારી સંરક્ષણ ગૃહની મહિલાઓએ પણ અનેક દીવડા રંગીને રોજગારી મેળવી છે. એક સંસ્થા દ્વારા આ બહેનોને દીવડા રંગવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેથી આ વર્ષે તેઓના રંગેલા દીવડા અનેક લોકોના ઘરના ઉજાશ બનશે. મહિલાઓએ 40 હજાર દીવડાઓને ગોલ્ડન રંગ આપ્યા છે. કચ્છના રણોત્સવમાં આ દીવડાઓને વેચાણ માટે મોકલવામાં આવશે.

golden
આત્મનિર્ભર સખી મંડળ દ્વારા તૈયાર કરાયા ગોલ્ડન દીવડા, કચ્છના રણોત્સવમાં કરશે વેચાણ

By

Published : Nov 2, 2020, 1:42 PM IST

Updated : Nov 2, 2020, 2:17 PM IST

  • દિવાળી પર્વને લઈને મહિલાઓએ દીવડા રંગીને રોજગારી મેળવી
  • મહિલાઓએ 40 હજાર દીવડાઓને આપ્યા ગોલ્ડન રંગ
  • કચ્છના રણોત્સવમાં વેચાણ માટે મોકલવામાં આવશે આ દીવડાઓ

સુરત: મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે અનેક સંસ્થાઓ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે દિવાળી પર્વને લઈને સખી મંડળ અને નારી સંરક્ષણ ગૃહની મહિલાઓએ પણ અનેક દીવડા રંગીને રોજગારી મેળવી છે. એક સંસ્થા દ્વારા આ બહેનોને દીવડા રંગવાનું કામ સોંપવામાં આવ્યું હતું. જેથી આ વર્ષે તેઓના રંગેલા દીવડા અનેક લોકોના ઘરના ઉજાશ બનશે. મહિલાઓએ 40 હજાર દીવડાઓને ગોલ્ડન રંગ આપ્યા છે. કચ્છના રણોત્સવમાં આ દીવડાઓ વેચાણ માટે મોકલવામાં આવશે.

આત્મનિર્ભર સખી મંડળ દ્વારા તૈયાર કરાયા ગોલ્ડન દીવડા, કચ્છના રણોત્સવમાં થશે વેચાણ

પીએમ અને સીએમને કરવામાં આવશે દીવડાઓ અર્પણ

કોરોનાને કારણે સખી મંડળ અને નારી સંરક્ષણ ગૃહની મહિલાઓને રોજગારી મળી રહે એ હેતુથી તેઓને કાર્ય સોંપવામાં આવ્યું હતું. જે અંતર્ગત 40 હજારથી પણ વધુ દીવડાઓને રંગીને તેઓએ રોજગારી મેળવી છે. સામાજિક આગેવાન રૂપલ શાહે કહ્યું કે, 40 હજારથી પણ વધુ દીવડાઓ બહેનો દ્વારા રંગવામાં આવ્યા છે. આ માટે તેને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ પણ આપવામાં આવ્યો છે. વર્તમાનમાં કોરોના વાઇરસની મહામારી ચાલી રહી છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને આત્મનિર્ભર થવા આહવાન કર્યું છે. ત્યારે સખી મંડળની મહિલાઓ આ ગોલ્ડન દિવડા રંગી પોતાને આત્મનિર્ભર બનાવી રહી છે. આ ગોલ્ડન દીવડાઓ પીએમ નરેન્દ્ર મોદી, સીએમ વિજય રૂપાણીને અર્પણ કરવામાં આવશે. આ સાથે વેચાણ માટે કચ્છના રણોત્સવમાં મોકલવામાં આવશે.

દીવડા તૈયાર કરી મહિલાઓ મહિને કરે છે 3 હજારની કમાણી

40 હજાર દીવડાઓમાંથી 10 હજાર દીવડાઓને નારી સંરક્ષણ ગૃહની મહિલાઓએ કલર કર્યા છે. જ્યારે સખી મંડળ દ્વારા 30 હજાર દીવડાઓ રંગવામાં આવ્યા છે. દિવાળીના પર્વ નિમિત્તે 50 હજાર જેટલા દીવડા તૈયાર કરવામાં આવ્યા છે. પ્રતિદિન 200 થી 300 દીવડા તૈયાર કરી મહિને રૂપિયા 3 હજારની કમાણી કરી રહી છે. જ્યારે આ રોજગારી મળતા મહિલાઓ પણ આનંદિત છે.

Last Updated : Nov 2, 2020, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details