ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૂંટણી અને ક્રિકેટમાં લોકોને ભેગા કરવાથી કોરોનાના કેસ વધ્યાઃ શાળા સંચાલકો - ઢીલ

સુરત શહેરમાં તથા અન્ય મહાનગરપાલિકાઓમાં જે રીતે કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે શુક્રવારે એક મહત્ત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયમાં 10મી એપ્રિલ સુધી તમામ સ્કૂલ અને કોલેજમાં ફિઝિકલ અભ્યાસ બંધ કરવામાં આવ્યો છે. આ સાથે તમામ સ્કૂલ-કોલેજમાં હવેથી ઓનલાઈન શિક્ષણ શરૂ રાખવામાં આવશે. જોકે, સ્કૂલમાં હાલમાં પરીક્ષા ચાલી રહી છે.

ચૂંટણી અને ક્રિકેટમાં લોકોને ભેગા કરવાથી કોરોનાના કેસ વધ્યાઃ શાળા સંચાલકો
ચૂંટણી અને ક્રિકેટમાં લોકોને ભેગા કરવાથી કોરોનાના કેસ વધ્યાઃ શાળા સંચાલકો

By

Published : Mar 19, 2021, 6:03 PM IST

  • કોરોનાના વધતા કેસ અંગે શાળા સંચાલકોમાં રોષ
  • ચૂંટણીમાં છૂટછાટ આપવાથી કોરોનાના કેસ વધ્યા
  • સ્કૂલોમાં ફિઝિકલ અભ્યાસ બંધ કરી દેવાયો
  • ક્રિકેટમાં ભેગા કરવાથી કોરોનાના કેસ વધ્યા

આ પણ વાંચોઃઅમદાવાદમાં માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વધારો

સુરતઃ રાજ્ય સરકારના કારણે રાજ્યમાં ફરી એક વાર કોરોનાના કેસ વધી રહ્યા છે. આ અમે નહીં, પરંતુ શાળા સંચાલકો કહી રહ્યા છે. શાળા સંચાલકોએ કોરોનાના વધતા કેસ સામે રોષ ઠાલવ્યો છે. તેમનું કહેવું છે કે, ચૂંટણી સમયે તથા T20 મેચ દરમિયાન જો રાજ્ય સરકારે પૂરતુ ધ્યાન રાખ્યું હોત તો આ કેસોની સંખ્યામાં વધારો ન થાત.

કોરોનાના વધતા કેસ અંગે શાળા સંચાલકોમાં રોષ

વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરતા હોવાથી તેમના સ્વાસ્થ્ય પર અસર પડીઃ શાળા સંચાલકો

શાળા સંચાલકોમાં રોષ સાથે જણાવ્યું કે, એક તો માંડ માંડ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવી રહ્યા હતા. તેમાંય કોરોનાના કેસ વધતા ફરી શાળાઓ સુની થઈ ગઈ છે. જે રીતે લાંબુ વેકેશન થયું છે તેને જોતા વિદ્યાર્થીઓ આળસુ બની ગયા છે અને તેમને સ્વાસ્થ્ય પર પણ અસર પડી રહી છે.
આ પણ વાંચોઃખેડામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો, નવા 24 કેસ નોંધાયા

ABOUT THE AUTHOR

...view details