રાજ્યમાં ભારે વરસાદની આગાહી બાદ સુરત જિલ્લાના બારડોલીમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. ભારે વરસાદ અને પવન હોવાથી કેટલાક ગામોમાં વૃક્ષો પડવાના અને વીજળી ડુલ થવાનાં પણ બનાવો બન્યા હતા. ત્યારે બારડોલીના લીમડા ચોક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ પડતાં એક ગારમેન્ટ્સની દુકાન બહાર લગાવેલા GEBના મીટરમાં અચાનક આગ લાગી હતી.
બારડોલીમાં મીટરમાં શોર્ટ સર્કિટ થતા ગારમેન્ટ્સની દુકાનમાં આગ લાગી, જાનહાનિ ટળી
સુરતઃ સુરત જિલ્લાના બારડોલીમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. બારડોલીમાં ભારે પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થતા નગરમાં આવેલા એક શો-રૂમમાં અચાનક આગ લાગી હતી. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.
surat news
જો કે, ફાયરના સાધનો હોવાથી સ્થાનિકોએ ત્વરિત આગ પર કાબૂ મેળવી લીધો હતો. સાથે કોઈ દુર્ઘટના ન બને તે માટે બારડોલી ફાયર વિભાગને જાણ પણ કરવામાં આવી હતી. આગ લાગવાના સમયે નજીકમાં વ્યક્તિ કે વસ્તુ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી.