"હે, ગાય એનો ગરબો.. જીલે એનો ગરબો ..... ગરબો ગુજરાતની ગરવી મીરાત છે " આ ગરબો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યો છે. PM મોદી દ્વારા લખાયેલા ગરબાને કંપોઝર એનિષ રંગરેજે તાલબદ્વ અને સૂરબદ્વ કર્યા છે. જેનું લોન્ચિંગ રવિવારે બારડોલીમાં કરાયું હતું.
PM મોદી રચિત ગરબાનું બારડોલીમાં લોન્ચિંગ કરાયું
તાપીઃ વડાપ્રધાન મોદીએ માતાજીની આરાધના માટે ગરબો લખ્યો હતો. આ ગરબાને કંમ્પોઝ કરી બારડોલીમાં તેનું લોન્ચિંગ કરાયું છે. ખેલૈયાઓ પણ મોદી રચિત ગરબા પર ઝુમ્યાં હતાં, તેમજ ગર્વ અનુભવ્યો હતો. બારડોલીના સ્વર્ણિમ ગરબા મહોત્સવમાં સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે ગરબો લોન્ચ કર્યો હતો.
ગરબાએ ગુજરાતની અસ્મિતા છે. ગુજરાતની ઓળખ છે. આ વાતને વિશ્વફલક પર મુકી શકાય તે માટે નરેન્દ્ર મોદીએ આ ગરબો લખ્યો હતો. બારડોલીના સ્વર્ણિમ ગ્રુપ દ્વારા આયોજીત ગરબા મહોત્સવમાં સુમુલ ડેરીના ચેરમેન રાજુ પાઠકે તેને લોન્ચ કર્યો હતો.
PM મોદીના રચિત ગરબાના સૂર અને સંગીતના તાલે ખેલૈયાઓ ઝુમ્યાં હતાં. આ પ્રસંગે કંપોઝર એેનિષ રંગરેઝ અને ખેલૈયાઓએ ગર્વની લાગણી અનુભવી હતી. ચેરમેન રાજુ પાઠકે આ માટે અભિનંદન અને આભાર વ્યક્ત કર્યો હતો. રાજુભાઈએ જણાવ્યુ હતું કે, વડાપ્રધાન મોદી દેશને જે રીતે આગળ લઈ જઈ રહ્યા છે અને દેશહિતના નિર્ણયો કરી રહ્યાં છે.તેની પાછળ માતાજીની કૃપાદ્રષ્ટિ જવાબદાર છે.