સુરતઃમહાનગર સુરત શહેરમમાં પ્રેમીની (Gang rape case Surat) સામે જ પાંચ નરાધમોએ યુવતી પર પાશવી કુકર્મકર્યું હોવાની ઘટના સામે આવી છે. દેવધર રઘુવીર માર્કેટથી કુંભારીયા તરફ જતા રોડ પર કેળાના ખેતરમાં આ સમાજને શરમાવે એવી ઘટનાને અંજામ (IPC 376 (2)) આપવામાં આવ્યો હતો. પ્રેમીને દોરીથી બાંધી દઈ હવસખોરોએ યુવતીને શિકાર બનાવી હતી. એટલું જ નહીં જાનથી મારી નાંખવાની પણ ધમકી આપી હતી. સમગ્ર મામલે પોલીસે (Puna police Station Complaint) તપાસ હાથ ધરી છે.
યુવતીને ધમકાવીઃસુરતશહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતી રવિવારે મોડીસાંજે તેના પ્રેમી સાથે ફરવા નીકળી હતી. બન્ને મોડીસાંજે દેવધ રઘુવીર માર્કેટથી કુંભારીયા ગામ જતા રસ્તા પર બાઈક પર બેઠા હતા. આ સમયે પાંચ અજાણયા શખ્સો તેમની પાસે આવ્યા હતા. તેઓએ બન્ને ધમકાવી ચાલતા ચાલતા નજીકમાં કેળાના ખેતરમાં લઇ ગયા હતા. જ્યાં યુવતીના પ્રેમીને માર મારી તેને દોરડાથી બાંધી દીધો હતો. બાદમાં તેની નજર સામે જ પાંચેય નરાધમોએ વારાફરતી કુકર્મ આચર્યુ હતું.