ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં ડિમોલિશન બાબતે મનપાના અધિકારીઓ-પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ - પાંડેસરા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ

સુરત: હાઇકોર્ટમાં સુનવણી થાય તે પહેલા સુરત મહાનગરપાલિકાએ પાંડેસરા વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડના 6 આવાસોનું પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી દીધું છે. પાલિકાની ટીમે ડિમોલિશનની કાર્યવાહી પણ કરવાની હતી, પરંતુ તે વેળાએ મનપાના અધિકારીઓ ,પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ થયું હતું.

સુરત
etv bharat

By

Published : Nov 28, 2019, 10:08 PM IST

સુરત મહાનગરપાલિકાના અધિકારીઓએ સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જર્જરિત ગુજરાત હાઉસિંગ બોર્ડના ઇમારતોનું ડિમોલેશન કરવા પહોંચ્યા હતા. ત્યારે આવાસના રહેવાસી અને મનપાની ટીમ તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ શરૂ થઈ ગયું હતું. જેથી પાલિકાના અધિકારીઓએ ડિમોલેશનની કાર્યવાહી રોકી ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખ્યા હતા.

સુરતમાં ડિમોલિશન બાબતે મનપાના અધિકારીઓ-પોલીસ અને રહીશો વચ્ચે ઘર્ષણ

પાંડેસરા ખાતે આવેલા ગુજરાત હાઉસિંગ બોર્ડ પાસે રી ડેવલપમેન્ટ હેઠળ મનપાની ટીમ કાયર્વાહી કરવા પહોંચી હતી. રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં હાજર પોલીસે મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. પરંતુ રહેવાસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ લોકોના વિરોધને જોઈ ડિમોલિશનની કામગીરી સ્થગિત કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા ઇમારત જર્જરિત થતા તમામને નોટિસ ફટકાતી ઇમારતને રીપેર કરવા જણાવ્યું હતું. આ મામલે ત્યાંના રહેવાસીઓ હાઇકોર્ટમાં ગયા હતા. જેની સુનાવણી ગુરુવારેના થવાની હતી. પરંતુ તે પહેલાં પાલિકાના અધિકારીઓ ડિમોલિશનની કામગીરી કરવા પહોંચી ગયા હતા.

ABOUT THE AUTHOR

...view details