ગુજરાત

gujarat

ETV Bharat / state

હોટલના માલિકે અભિનંદનની વાપસીમાં ચા-નાસ્તાનું વિનામુલ્યે કર્યુ વેચાણ - gujarati news

સુરતઃ ભારતીય વાયુ સેનાના વિંગ કમાન્ડર અભિનંદન સિંહને શુક્રવારે પાકિસ્તાન દ્વારા મુક્ત કરવામાં આવ્યા હતા. દેશભરમાં તેમની મુક્તિને લઈ ખુશીની લાગણી જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં એક હોટેલ માલિકે વહેલી સવારથી જ ચા-નાસ્તા નું ફ્રીમાં વેચાણ કરવામાં આવ્યુ હતુ. ઉપરાંત ચા પીવા આવતા ગ્રાહકોને મીઠાઈ વડે મોઢુ મીઠું કરાવવામાં આવી રહ્યું છે.પાકિસ્તાનના કબ્જામાં રહેવા છતાં પણ અભિનંદનની બહાદુરીનો કિસ્સો સૌ ભારતીવાસીઓ આજે ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે સુરત શહેરમાં અભિનંદનની મુક્તિને લઈ હોળી પર્વની ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.

સ્પોટ ફોટો

By

Published : Mar 2, 2019, 10:51 AM IST

પુલવામામાં બનેલી આતંકી ઘટના બાદ ભારતીય વાયુ સેના દ્વારા POKમાં ઘુસી પાકિસ્તાનના એફ-16 એરક્રાફ્ટને ફૂંકી મારવામાં આવ્યું હતું. જે બાદ ભારતીય વાયુ સેનાનું મિગ-21 વિમાન પણ ક્રેશ થઈ ગયું અને જવાને પોતાનો જીવ બચાવવા માટે પેરાશૂટ પહેરી POKની ધરતી પર ઉતરાણ કર્યુ હતુ. જ્યાં પાકિસ્તાની સેના દ્વારા પાયલોટ અભિનંદનને કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યો હતો અને ત્યાંની પ્રજાએ પણ અભિનંદનને માર મારી ઇજા પહોંચાડી હતી.

સ્પોટ ફોટો

પાકિસ્તાનના કબ્જામાં રહેવા છતાં આ બહાદુર જવાનને ભારતીય ગુપ્તતા અંગેની એક પણ માહિતી પાકિસ્તાન સૈન્યના વડાને આપી ન હતી. પાયલોટ અભિનંદનને છોડાવવા ભારત સરકારે સખ્ત વલણ અપનાવી પાકિસ્તાનને કડક શબ્દોમાં મુક્ત કરવા જણાવી દેવામાં આવ્યું હતુ. જ્યાં હરકતમાં આવેલા પાકિસ્તાને શુક્રવારે અભિનંદનને મુક્ત કરવામાં આવનાર છે, ત્યારે સમગ્ર દેશ આ બહાદુર જવાનના સ્વાગતમાં વ્યસ્ત જોવા મળી રહ્યું છે. સુરતની એક હોટેલના માલિક દ્વારા અભિનંદનની મુક્તિને લઈ આખો દિવસ ચ-નાસ્તા નું વિના મૂલ્યે વેચાણ કરવામાં આવ્યુ હતુ જેમાં બપોર સુધીમાં અઢી હજારથી વધુ ચા વિના મૂલ્યે હોટેલ માલિકે વેચાણ કરી દૂધી હતી..

સ્પોટ ફોટો

તો બીજી તરફ વિના મૂલ્યે ચા-નાસ્તાનો લાભ લેવા આવતા ગ્રાહકો પણ પાયલોટ અભિનંદનની બહાદુરીની પ્રસંશા કરી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે, ભારતીય વાયુસેનાના પાયલોટ અભિનંદનની પ્રશંસા માટે શબ્દો નથી રહ્યા. અભિનંદન જેવા જવાનોની આ દેશને ખૂબ જ જરૂરી છે.

જુઓ વીડિયો

ABOUT THE AUTHOR

...view details