સુરત:શહેરમાં એક બાદ એક હત્યાની ઘટનાઓ કાયદા અને વ્યવસ્થાની કફોડી સ્થિતિને દર્શાવે છે. ડીંડોલી વિસ્તારમાં બે અને લીંબાયત વિસ્તારમાં હત્યાનો એક બનાવ સામે આવ્યો હતો. અને આ હત્યાનો ભેદ પોલીસ ઉકેલે તે પહેલા વધુ એક હત્યાનો બનાવ સુરતના ઉધના વિસ્તારમાં બન્યો(Fourth murder in Surat in 36 hours ) છે. હત્યાની ઘટનાની જાણકારી મળતા જ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
તીક્ષ્ણ હથિયાર વડે જાહેર હુમલો: સુરતના ઉધના ઝાંસી કી રાણી પાસે રાત્રી દરમિયાન બે યુવકો પર જાહેર હુમલો કરવામાં આવ્યો હતો. બંને યુવકો પર ચારથી પાંચ જેટલા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે જાહેર હુમલો કર્યો હતો. બંને યુવકો પર જીવલેણ હુમલો કરી હુમલાખોરો ફરાર થઇ ગયા હતા. ભરચક વિસ્તારમાં જાહેરમાં હત્યાના બનાવથી લોકો પણ ભયભીત થઈ ગયા હતા. હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા બંને યુવાનોને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરોએ એક યુવકનું મોત નીપજ્યું હોવાની જાણકારી આપી હતી.
આ પણ વાંચો:વીસ વર્ષ જૂની અદાવતમાં આધેડની હત્યા, માળિયાના મોટા દહીંસરામાં બનેલી ઘટના જાણો
નજીક જ શાકભાજી માર્કેટ પણ છે: હત્યાની આ ઘટનામાં પઠાણ સાકીર ફારૂક ખાન નામના યુવકનું મોત થયું હોવાનું ઉધના પોલીસે જણાવ્યું છે. જ્યાં ઝાંસી કી રાની ગાર્ડન છે ત્યાં નજીક જ શાકભાજી માર્કેટ પણ છે. હંમેશા ભરચક રહેનાર આ વિસ્તારમાં આ ઘટનાથી લોકો પણ સ્તબધ થઈ ગયા છે. જ્યાં ઘટના બની ત્યાંથી સુરત મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનું ઘર પણ નજીક છે. હુમલો થતાં જ બંને યુવકો લોહી લુહાણ થઈ ગયા હતા. કોઇ કશું સમજી શકે એ પહેલા હુમલા ખોરોએ હુમલો કરી રેમ્બો ચાકુ સહિતના હથિયાર પણ ઘટના સ્થળે ફેંકીને નાસી ગયા હતા.
આ પણ વાંચો:ડિંડોલી હત્યા કેસ: આરોપી ઝડપાયો, મૃતક પણ હતો જેલ રિટર્ન
યુવતીને લઈ અદાવત: આ સમગ્ર ઘટના અંગે ઉધના પોલીસ તરફથી જાણવા મળ્યું છે કે, હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટના પાછળ યુવતીને લઈ અદાવત ચાલી રહી હોય તેવી પ્રાથમિક વિગત જાણવા મળી રહી છે. યુવતીને લઈ બે યુવકો વચ્ચે ચાલી રહેલી તકરાર હત્યા સુધી પરિણામી (youth killed in public in love affair) છે. જોકે, હત્યા કરવા પાછળનું ચોક્કસ કારણ શું છે તેને પોલીસ તપાસ કરી રહી છે. હાલ હત્યા કરનાર યુવકો ની તપાસ કરવા માટે પોલીસ સીસીટીવી ફૂટેજ ની પણ મદદ લઈ રહી છે.