સુરત: પહેલી વખત ફક્ત મહિલાઓ માટે અલાયદી બસ વ્યવસ્થા શરૂ કરાઇ છે. જોકે હાલ પૂરતું એક જ બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બસ ચાલુ કરવા માટે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત મહાનગરપાલિકાની સંકલનની મિટિંગમાં વારંવાર રજૂઆત કરવા બાદ સુરત મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરતની મહિલાઓને ખાસ ભેટ સ્વરૂપે ફક્ત મહિલાઓ માટે આ ગુલાબી રંગની બસની શરૂઆત કરવામાં આવી છે.
Surat Women Bus: સુરતમાં પહેલી વખત ફક્ત મહિલાઓ માટે અલાયદી બસ વ્યવસ્થા શરૂ કરાઇ
સુરતમાં પહેલી વખત ફક્ત મહિલાઓ માટે અલાયદી બસ વ્યવસ્થા શરૂ કરાઇ છે. જોકે હાલ પૂરતું એક જ બસની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ બસ ચાલુ કરવા માટે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી દ્વારા સુરત મહાનગરપાલિકાની સંકલનની મિટિંગમાં વારંવાર રજૂઆત કરવા બાદ ગુલાબી રંગની બસની શરૂઆત કરવામાં આવી છે.
Published : Sep 18, 2023, 1:20 PM IST
ઘણા સમયથી થઈ રહી હતી માંગ: આ બસ શહેરના સરથાણા નેચરપાર્કથી લઈ ઓએનજીસી મગદલ્લા ચાર રસ્તા સુધી જશે. ઉલ્લેખનીય છે કે, આ બસ શરૂ કરવા માટે સ્થાનિક ધારાસભ્ય અને વિપક્ષના કોર્પોરેટરો સુરત મહાનગરપાલિકા પાસે ઘણા સમયથી માંગ કરી રહ્યા હતા. કારણ કે બસની સંખ્યા ખૂબ જ ઓછી છે અને મુસાફરની સંખ્યા ખૂબ જ વધુ છે. તેમાં જ્યારે સરકારી બીઆરટીએસ બસોમાં મહિલાઓ સફર કરે છે ત્યારે તેઓ ખૂબ જ ખીચોખીચ ટીગાટોલી રીતે જતા નજરે જોવા મળ્યા છે. તે ઉપરાંત તેનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ વાયરલ થયો છે.
પિંક બસને લીલી ઝંડી:હાલ થોડા સમય પહેલા જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પણ બીઆરટીએસ બસની સંખ્યામાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે તેઓ બીઆરટીએસ રૂટ ઉપર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે આજે પાલિકા દ્વારા ખાસ મહિલા માટે બનેલી પિંક બસને લીલી ઝંડી આપવામાં આવી છે. તથા આગામી દિવસોમાં માંગને લઈને વધુ બસો લોકો માટે પણ અમે મહિલાઓ માટેની ખુલ્લી મુકવામાં આવશે.