મળતી માહિતી મુજબ તબીબી તપાસમાં જાણવા મળ્યુ હતુ કે, તમામે રાત્રે ભોજનમાં રોડ પર મળતી સસ્તી માછલી લાવી ઘરે બનાવ્યા બાદ આરોગી હતી. ત્યારબાદ રાત્રે પરિવાર સુઇ ગયો હતો અને રાત્રના ઘરના તમામ સભ્યોને અચાનક ઉલટીઓ શરુ થઇ હતી. ઉલટીઓ થવાનુ કારણ માછલીના ખાવાના કારણે ખોરાકી ઝેરની અસર થવા પામી હતી.
સુરતના કૃષ્ણાનગરમાં રહેતા એક જ પરિવારના 8 લોકોને થઈ ફૂડ પોઇઝનની અસર - Gujarati News
સુરતઃ સુરતના પાંડેસરા વિસ્તારના કૃષ્ણા નગરમાં રહેતા ઓડિસાવાસી રીક્ષા ચાલકના પરિવાર 8 સભ્યોને ફૂડ પોઇઝનની અસર થઇ હતી. ઉલટી અને ચક્કર આવતા તમામની તબિયત લથડી પડતા તમામને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
પાંડેસરાના કૃષ્ણા નગરમાં એક જ પરિવારના 8 જણાને ફૂડ પોઇઝનની અસર
ખોરાકી ઝેરની અસર થનાર પરિવારના સભ્યોમાં સંગીતા ગોકુલ બહેરા ઉ.વ 19,ભારતી નરસિંહ બહેરા ઉ.વ 19,ગુલાબ રામકૃષ્ણ બહેરા ઉ.વ 23,કુમકુમ ગોકુલ બહેરા ઉ.વ 15,અમલી ગોકુલ બહેરા ઉ.વ 40,રાજેશ ગોકુલ બહેરા,સપના જેને 3 માસનો ગર્ભ હતો તથા તેણીનો પતિ આ તમામનો સમાવેશ થાય છે.