ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી રમઝાન દરમિયાન ખાણી-પીણી બજારની પરંપરા - gujarati news

સુરતઃ હાલમાં ચાલી રહેલા પવિત્ર રમઝાન માસ નિમિત્તે સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા છે. આ બજારમાં મુસ્લિમ બિરાદરોની સંખ્યાં જેટલી હોય છે તેટલી જ હિંદુઓની હોય છે. આ બજારને ઐતિહાસિક માનવામાં આવે છે.

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા

By

Published : May 20, 2019, 10:02 PM IST

સુરતનાં રાંદેર ખાતે પાછલા અનેક દાયકાઓથી આયોજિત થતા મુસ્લિમોનાં રમજઝાનના બજારમાં હાલ રોનક જોવા મળી રહી છે. આ બજારમાં મુસ્લિમો ઉપરાંત હિન્દુ પરિવારો પણ મોટી સંખ્યામાં મુલાકાત લેતા હોય છે.

સુરતના રાંદેર વિસ્તારમાં વર્ષોથી ખાણી પીણીના બજારની પરંપરા

રાંદેર ગામમાં લાગતો અસલ રમઝાનનો મેળો, જેમાં મસ્ત ખાવસાથી લઈને ચટાકેદાર પરાઠા અને સ્પેશિયલ કુલ્ફી મળે છે. દર વર્ષે અહીં આવનારા લોકોની સંખ્યાં વધતી જ રહે છે. આ મેળામાં વેચાતા ખાવસા અને આલુપુરી આમ તો મુળ મ્યાનમાર(બર્મા )ની વાનગી છે. પણ રાંદેર વિસ્તારના ઘણા મુસ્લિમ પરિવારો બર્માથી સુરતના રાંદેર વિસ્તારમાં સ્થાયી થયા છે. જેના કારણે આ રેસીપી સુરતમાં લઈ આવેલા અને સુરતીઓએ પણ આ રેસીપીને દિલો-જાનથી અપનાવી લીધી છે. આજની તારીખે ખાવસા અને આલુપુરી માત્રને માત્ર સુરતમાં જ ખવાય છે. ખાસ કરીને કુલ્ફી તો મહિલાઓ માટે ફેવરિટ બની ગઈ છે. દરેક વયના લોકો મોટી સંખ્યામાં અહી ખાણી પીણીની મજા માણવા આવે છે. આ ઐતિહાસિક રમઝાનનું બજાર એકતાનું પ્રતીક બની ગયું છે. કારણ કે, હિન્દૂ મુસ્લિમ બંને મળીને અનેક વાનગીઓની મઝા માણે છે.

ABOUT THE AUTHOR

...view details