ગુજરાત

gujarat

ETV Bharat / state

Ahmedabad Mumbai Bullet Train Project: બુલેટ ટ્રેન પ્રોજેકટમાં કઈ નદી પર પ્રથમ રિવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે? જાણો - constructed over the Par river in valsad

અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલવે કોરિડોર (MAHSR) પર પ્રથમ રિવર બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી પસાર થનાર પાર નદી પર બાંધવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની કામગીરી ફૂલ સ્પીડમાં છે.

first river bridge under the bullet train project
first river bridge under the bullet train project

By

Published : Jan 24, 2023, 5:49 PM IST

પાર નદી પર પ્રથમ રિવર બ્રિજ

સુરત: ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટના ગતિએ ચાલી રહી છે. હાલમાં જ MAHSR તરફથી જાણકારી આપવામાં આવી છે કે વલસાડ જિલ્લાના પાર નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ પ્રથમ રિવર બ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યો છે. આ નદીની પહોળાઈ 320 મીટર છે. તેમાં 8 ફુલ સ્પાન ગર્ડર છે. થાંભલાઓની ઊંચાઈ 14.9થી 20.9 મીટર છે. ગોળાકાર થાંભલાઓનો વ્યાસ 4-5 મીટર છે. નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.

જમીન સંપાદનની સ્થિતિ

50 મીટરનો પ્રથમ રેલ લેવલ સ્લેબ:ગુજરાત 8 જિલ્લાઓમાંથી અને DNHના પસાર થતા સમગ્ર 352 કિલોમીટરના સંરેખણ માટે વાયડક્ટ, પુલ, સ્ટેશન અને ટ્રેકના બાંધકામ માટે સિવિલ, બ્રિજ અને ટ્રેક માટે 100% કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. ગુજરાતના 8 જીલ્લાઓ અને DNHમાંથી પસાર થતી સંરેખણ સાથે બાંધકામનું કામ પૂરજોશમાં શરૂ થયું છે. સુરત અને આણંદ HSR સ્ટેશનો પર દરેક 50 મીટરનો પ્રથમ રેલ લેવલ સ્લેબ નાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોBullet Train Ahmedabad Sabarmati: અમદાવાદ-સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનનું કામ યુદ્ધના ધોરણે ચાલુ

240.37 કિમીની લંબાઇમાં પાઇલ:27.6 કિમી વાયડક્ટ પૂર્ણ થયું છે. જેમાં વડોદરા નજીક 6.28 કિમી અને 21.32 કિમી વિવિધ સ્થળોએ બાંધવામાં આવેલ છે. વાપીથી સાબરમતી સુધીના 8 HSR સ્ટેશનો પરના કામો બાંધકામના વિવિધ તબક્કામાં છે. 240.37 કિમીની લંબાઇમાં પાઇલ નાખવામાં આવ્યો છે, 158.89 કિમીથી વધુ ફાઉન્ડેશન અને 137.89 કિમીના પટમાં પિયર્સ બનાવવામાં આવ્યા છે. ગર્ડર કાસ્ટિંગ-1175 ગર્ડરોની સંખ્યા 47 કિ.મી સુધી ઉમેરાઈ છે. નર્મદા, તાપ્તી, મહી અને સાબરમતી જેવી મહત્વની નદીઓ પર પુલનું કામ ચાલુ છે.

આ પણ વાંચોBullet Train Profile: કેવી હશે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની સફર, પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટનો પ્રોગ્રેસ રિપોર્ટ

સંપૂર્ણ રીતે મેક ઇન ઇન્ડિયા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અતિ મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી બુલેટ ટ્રેનની (Bullet Train Project) રફતારથી ચાલી રહી છે. સુરત જિલ્લામાંથી 48 કિલોમીટરના રૂટ પર દોડનારી બુલેટ ટ્રેનની કામગીરી સ્પીડ પકડી રહી છે. સુરત જિલ્લાના આંત્રોલી ગામમાં જે સ્ટેશન તૈયાર કરવામાં આવી રહ્યું છે તે સંપૂર્ણપણે ઇકો ફ્રેન્ડલી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સુરત મહત્વપૂર્ણ પણ છે કારણ કે, બુલેટ ટ્રેનનો સ્ટીલનો વપરાશ થશે તે સુરતની હજીરા ખાતે આવેલી આર્સેલર મિત્તલની શાખા AMNS ઇન્ડિયા દ્વારા આપવામાં આવશે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details