સુરત: ગુજરાતમાં કોરોના વાઈરસે એક વ્યક્તિનો ભોગ લીધો છે. સુરતની એક પ્રાઇવેટ હોસ્પિટલમાં અડ્મિટ કોરોના વાઇરસ સંક્રમિત વ્યક્તિની મોતની આ પ્રથમ ઘટના હોવાથી રાજ્યમાં ચકચાર મચ્યો છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાણીના જણાવ્યા અનુસાર, 67 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું છે. તે અગાઉથી કોરોના વાયરસ સંક્રમિત હતા. કોરોના વાઇરસ સંક્રમિત હોવાની સાથે તેમની કિડની ફેઈલર અને અસ્થમાની પણ બિમારી હતી.
કોરોના ઈફેક્ટઃ જનતા કરફ્યૂના દિવસે જ એક દર્દીનું મોત, ભારતમાં મૃત્યુઆંક 7
ગુજરાતમાં કોરોના વાઇરસ સંક્રમિત વૃદ્ધનું મોત નિપજ્યું છે. દિલ્હી અને જયપુરની પ્રવાસન હિસ્ટ્રી ધરાવનારા આ વૃદ્ધ 67 વર્ષના હતા. તેઓ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ હતા. કિડની ફેઈલર અને અસ્થમાની સમસ્યા ધરાવનાર આ વૃદ્ધનું રવિવારે મોત થવાની સાથે જ તંત્ર એલર્ટ થઈ ગયું છે.
કોરોના વાઇરસ હોવા છતાં આ અંગેની જાણકારી તેમણે તંત્રને કરી નહોતી અને પોતે જ પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ થયા હતા. 17મી માર્ચના રોજ આ વૃદ્ધને સુરતની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સૌથી અગત્યની વાત એ છે કે, વૃદ્ધના પરિવારજનોને કોરોન્ટાઈન વોર્ડમાં દાખલ કરી મૉનિટરિંગ શરૂ કરી દેવામાં આવી હતી. વૃદ્ધનું સારવાર કરનારા ડૉકટરને પણ કોરોન્ટાઈન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. વૃદ્ધ દિલ્હી અને જયપુર જઈને આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં મૃતદેહનો અંતિમ સંસ્કાર થશે.