સુરતઃ દાયકાઓથી જીવનશૈલીમાં સતત બદલાવ આવી રહ્યો છે. હેલ્થ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી રહી છે જેના પરિણામે અત્યારે થઇ રહેલા રોગોમાં સૌથી મહત્વનો મુદ્દો એલર્જીનો છે. દેશભરમાં સરેરાશ 10-25 ટકાથી વધુ લોકો અલગ-અલગ પ્રકારની એલર્જીથી પીડાઈ રહ્યા છે. આવા સમયે એલર્જીની યોગ્ય તપાસ થાય અને તેનું સચોટ નિદાન કરવામાં આવે તો તેને કાયમી માટે ઉપચાર લાવી શકાય છે. આ મુદ્દે HCL દ્વારા જાપાનની ટેક્નોલોજીની મદદથી સૌ પ્રથમ તમામ પ્રકારની એલર્જીની યોગ્ય તપાસ થાય તે મુદ્દે લેબોરેટરી ટેસ્ટની (Healthcare Reference Laboratories )શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતમાં ખાસ કરીને સુરતમાં આ એક માત્ર લેબોરેટરીઝ છે જે તમામ પ્રકારની એલર્જી ટેસ્ટ કરી શકે છે.
આ પણ વાંચોઃદેશમાં વેક્સિનથી પ્રથમ મોત - વેક્સિન લીધા બાદ એનાફિલેક્સિસ એલર્જી થતા નિપજ્યું હતું મોત
લગભગ 300 વિવિધ એન્ટિજેન સામે સ્પેસિફિક એન્ટિબોડીઝ એલર્જી -હેલ્થ કેર લેબોરેટરી (HCL) અને ડોક્ટર મોદી એલર્જી અને ચેસ્ટ ક્લિનિક લોન્ચ કરી રહ્યાં છે. એક અત્યાધુનિક માઇક્રોએરે આધારિત મલ્ટીપ્લેક્સ એલર્જી ટેસ્ટ જે અત્યંત સેન્સિટિવ એલર્જીની ટેસ્ટ છે. જાપાન સ્થિત તોષો કંપની દ્વારા એલર્જી એક્સપ્લોર-2 એ ઈન વિટ્રો મલ્ટિપ્લેક્સ એલર્જી ટેસ્ટ છે જે કુલ IGE( ટોટલ IGE) અને લગભગ 300 વિવિધ એન્ટિજેન સામે સ્પેસિફિક એન્ટિબોડીઝ એલર્જીને શોધી, દર્દીના બ્લડના સેમ્પલમાંથી એક જ રનમાં રિપોર્ટ આપે છે.