ગુજરાત

gujarat

ETV Bharat / state

Fire incident in Surat: 13 માળની બિલ્ડીંગમાં આગ 40 થી 50 લોકોનું રેસ્ક્યુ કરાયું - building in Surat

સુરતમાં 13 માળની બિલ્ડીંગમાં આગ લાગી હતી. જેમાં 40 થી 50 લોકોનું કરવામાં આવ્યું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બિલ્ડીંગને ફાયર સેફટીના અભાવે નોટિસ આપવામાં આવશે.

સુરતમાં 13 માળની બિલ્ડીંગમાં આગ લાગી
સુરતમાં 13 માળની બિલ્ડીંગમાં આગ લાગી

By

Published : Feb 25, 2023, 1:59 PM IST

Fire incident in Surat: 13 માળની બિલ્ડીંગમાં આગ 40 થી 50 લોકોનું રેસ્ક્યુ કરાયું

સુરતમાં:13 મળીની બિલ્ડીંગમાં ગઈકાલે રાતે આગ લાગતા બિલ્ડીંગના રહીશો દોડતા થઈ ગયા હતા. જોકે ફાયર વિભાગને જાણ કરતા જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ આગમાં બે વ્યક્તિઓને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હતી. તે ઉપરાંત 40 થી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

દોડધામ મચી ગઈ:સુરત શહેરના અલથાણ વિસ્તારમાં આવેલ કેનાલ રોડ ઉપર સાલી ગ્રામ હાઈટ્સની પાછળ કેશવ પાર્ક ની અંદર વૃંદાવન બિલ્ડીંગના બીજા ફ્લોર ઉપર ગઈકાલે રાતે બંધ ફ્લેટમાં એકાએક આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. જોકે ફાયર વિભાગને જાણ કરતા 8 થી 10 ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી પૂર્ણા કલાકની ભારે જેહમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગની ઘટનામાં ફાયર વિભાગ દ્વારા 40 થી 50 લોકોનું રેસ્ક્યુ કરીને તેજ બિલ્ડિંગના ધાબા ઉપર લઈ જવામાં આવ્યો હતો.આ આગમાં એક ગર્ભવતી મહિલા નું પણ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.જોકે આ આગની ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી.

આ પણ વાંચો Rape case: સાત વર્ષની માસુમને પીંખીને હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા

સુરતના અલથાણ વિસ્તારમાં આવેલ કેશવ પાર્ક ના વૃંદાવન બિલ્ડીંગના બીજા ફ્રોલ ઉપર બંધ મકાનમાં રાતે આગ લાગી હતી.જેમાં 202 અને 203 ફ્લેટમાં આગ ઝડપથી ફેલાતા આગ આખારૂમને પોતાની ઝપેટમાં લઇ લીધી હતી. અમે ત્યાં પહોંચી પોર્ણા કલાકમાં આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. પરંતુ એ જ ફ્લેટના ઉપરના લોકો ફસાઈ ગયા હતા અને તે લોકો બુમાબુમ કરતા અમે લોકો સેફટી સાધન પેહરીને એ લોકોને રેસ્ક્યુ કરીને ઉપર ધાબા ઉપર લઇ ગયા હતા.જેમાં 40 થી 50 બાળકો અને વૃધો હતા.જેમાં ત્રણ વૃધોને ઉંચકી ધાબા ઉપર લઇ જવામાં આવ્યો હતો.આ આગમાં બે લોકોને કાચની બારીઓ તૂટતાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી-- (ફાયર વિભાગના ઓફિસર પ્રકાશ પી પટેલ)

આ પણ વાંચો Surat News : રમી રહેલી માસૂમ બાળકી કાકાના કારની અડફેટે આવી જતા કરુણ મૃત્યુ

રેસ્ક્યુ કરવામાં આવ્યો: આ બિલ્ડીંગમાં કોઈ પ્રકારની ફાયર સેફટી ન હતી. તે ઉપરાંત ત્યાંના લોકો પણ એમ કહી રહ્યા હતા કે, આ બિલ્ડીંગમાં આવી કોઈ પ્રકારની સેફટી લગાવામાં આવી નથી. હાલ તો નવી જ બિલ્ડીંગ છે તો કોઈ નોટિસ તો આપવામાં આવી ન હતી. પરંતુ આજરોજ તે બિલ્ડીંગના મેન્ટેનન્સ વિભાગને નોટિસ આપવામાં આવશે તથા 40 થી 45 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. એક ગર્ભવતી મહિલા પણ હતી. જેઓને સાચવામાં અમને ખુબ જ તકલીફો પડી હતી. તેમને રેસ્ક્યુ કરવા માટે સપોર્ટ આપીને ધાબા ઉપર લઇ ગયા હતા. આગ કાબુમાં આવી જતા તેમને સપોર્ટ આપી નીચે લઈને આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details