ગુજરાત

gujarat

ETV Bharat / state

Surat Fire Accident : કામરેજ ટોલ પ્લાઝા પાસે CNG કારમાં લાગી આગ - Emergency Response TEAM

કામરેજ ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. એક કબાડી શોપ પર સામાન લેવા આવેલા યુવકની કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ કામરેજ ERC ફાયરની ટીમને કરવામાં આવતા તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

Surat Fire Accident
Surat Fire Accident

By

Published : Aug 4, 2023, 10:15 PM IST

કામરેજ ટોલ પ્લાઝા પાસે CNG કારમાં લાગી આગ

સુરત :જિલ્લામાં પસાર થતા નેશનલ હાઇવે 48 પર આવેલા કામરેજ ટોલ પ્લાઝા નજીક એક કારમાં આગ લાગવાની ઘટના બની હતી. ટોલ પ્લાઝા નજીક આવેલ એક કબાડી શોપ પર યુવક પોતાની કાર લઈને સામાન લેવા આવ્યો હતો. તે દરમિયાન અચાનક તેની કાર સળગી ઉઠી હતી. ઘટનાની જાણ કામરેજ ERC ફાયર વિભાગને કરવામાં આવી હતી. તેઓ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી ગયા હતા. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લીધો હતો.

આગનું કારણ : આગની ઘટનામાં કાર બળીને ખાક થઈ ગઈ હતી. ભડકે બળેલી કાર સીએનજી હોવાનું જાણવા મળ્યું હતું. તેમજ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે. સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થયાના સમાચાર પ્રાપ્ત થયા નથી. આથી સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો હતો.

ઘટનાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ લીધો હતો. આ ઘટનામાં કોઈને નુકસાન થયું નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.-- પ્રવીણ પટેલ (ERC ફાયર ઓફિસર)

રહેણાંકમાં આગ :અન્ય બનાવની વાત કરીએ તો ગત જુલાઈ મહિનામાં સુરતના સીટી લાઈટ ખાતે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટમાં 10 માં માળે ગેસ લીકેજના કારણે આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. તો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ચીફ ફાયર ઓફિસર સહિતનો ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગે બે બાળકોનું રેસ્ક્યુ કર્યું હતું. જ્યારે આ ઘટનામાં ગૂંગળામણથી એક મહિલાનું મોત નીપજ્યું હતું.

આગનું કારણ

આગનો બનાવ :મળતી માહિતી મુજબ સુરતના સીટી લાઈટ ખાતે દેવકૃપા એપાર્ટમેન્ટના 10 માં માળે સંજીવભાઈ દીપડીવાલાના ઘરમાં પૂજાનું આયોજન હતું. પ્રસાદ બનાવવાની કામગીરી થઇ રહી હતી તે દરમિયાન ઘરમાં ગેસ લીકેજના કારણે ઘરમાં આગ ભભૂકી ઉઠી હતી. આગના કારણે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. બનાવની જાણ થતા જ 4 ફાયર સ્ટેશનની ટીમ ફાયર એન્જીન અને ટીટીએલ સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. ઉપરાંત ચીફ ફાયર ઓફિસર બસંત પારીખ પણ બનાવની ગંભીરતા જાણીને ઘટના સ્થળે પહોંચ્યા હતા.

  1. Surat News: ઝેરી કેમિકલના કારણે 4 લોકોના મૃત્યુ, પોલીસે જપ્ત કર્યા 700થી વધુ ઝેરી કેમિકલ ડ્રમ
  2. Surat News : સુરતના મોટા બોરસરા ગામે ગેસ ગળતર થતા 4 કામદારોના થયા મોત

ABOUT THE AUTHOR

...view details