ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરતમાં 22 માસૂમોને ભરખી જનારી તક્ષશિલા આર્કેડમાં ફરી લાગી આગ - Gujarat

સુરત : 22 માસૂમોને ભરખી જનારી તક્ષશિલા આર્કેડમાં ફરી એક વખત આગ લાગી હતી. આ આગ તે સમય લાગી જ્યારે ડિમોલીશનનું કાર્ય કરવામાં આવી રહ્યુ હતુ. પરતું આ વખતે 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો.

22 માસુમોને ભરખી જનાર તક્ષશીલા આર્કેડમાં ફરી લાગી આગ

By

Published : Jul 18, 2019, 9:59 PM IST

Updated : Jul 18, 2019, 10:15 PM IST

સુરતના સરથાણા વિસ્તારમાં આવેલા તક્ષશિલા આર્કેડની ઘટના ગુજરાત ક્યારેય નહી ભૂલી શકે. આ ઘટનામાં 22 માસૂમ બાળકોના આગ લાગવાની ઘટનામાં મોત નિપજયા હતા. આ ઘટનામાં દોઢ મહિના બાદ મનપા તંત્ર દ્વારા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એક વખત આ બિલ્ડીંગમાં આગ લાગવાની ઘટના બની હતી. ડિમોલીશનની કામગીરી દરમિયાન વેસ્ટેજમાં આગ ફાટી હતી. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક બિલ્ડીંગને ખાલી કરાવી દેવામાં આવ્યો હતો. તો બીજી તરફ બનાવની જાણ થતા 7 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળ્યો હતો.

22 માસુમોને ભરખી જનાર તક્ષશીલા આર્કેડમાં ફરી લાગી આગ
Last Updated : Jul 18, 2019, 10:15 PM IST

ABOUT THE AUTHOR

...view details