પ્રાપ્ત વિગતો અનુસાર, સુરતના સરથાણા વિસ્તારમાં લાગી ભીષણ આગ હતી. જેમાં તક્ષશિલા આર્કેડના બીજા માળે આગ લાગવાને કારણે લોકોમાં ભારે લોકોમાં ભાગ દોડ મચી ગઈ હતી. જેમાં સુરત મહાનગર પાલિકાની 17 ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. તેમજ લોકોને બહાર કાઢવાની જહેમત હાથ ધરી હતી. આગ એટલી ભીષણ હતી કે, વિદ્યાર્થીઓ જીવ બચાવવા કૂદી પડ્યા હતા. આ આગને કારણે 15 લોકોના મોત નિપજ્યા હતા. તેમજ હજુ પણ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે.
સુરતના તક્ષશિલા આર્કેડમાં લાગી આગ, 20ના મોત, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ - injury
સુરતના સરથાણા જકાતનાકા નજીક તક્ષશિલા આર્કેડ એપાર્ટમેન્ટ બીજા માળે ભીષણ આગ લાગી હતી. જેમાં અંદાજે 10 થી 12 લોકોએ જીવ બચાવવા કૂદકો માર્યો હતો. તેમજ 12 ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ આગને કાબૂમાં લેવાની કવાયત હાથ ધરાઈ છે. આગ લાગવાને કારણે 20 લોકોના મોત થયા છે.
સુરત
આ બાબતે PM મોદીએ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મૃતકોના પરીવારને 4 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી હતી.
Last Updated : May 25, 2019, 8:27 AM IST