સુરતના સરથાણા ખાતે આવેલા તક્ષશીલા આર્કેડમાં 24 મેના રોજ આગ લાગી હતી. આ ઘટનામાં 22 માસૂમ બાળકોએ પોતાની જિંદગી ગુમાવી હતી. જે ઘટનાને લઈને સરથાણા પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને ત્યારબાદ સમગ્ર કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી.
#SuratTragedy: 11 આરોપી સામે કોર્ટમાં 4,271 પાનાની ચાર્જશીટ દાખલ - Gujarat
સુરત: તક્ષશીલા અગ્નિકાંડમાં પોલીસે 2 મહિના બાદ 11 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી છે. કુલ 4,271 પાનાની ચાર્જશીટ દાખલ કરી 3 આરોપીઓને ભાગેડુ જાહેર કર્યા છે.
surat
જેમાં 2 મહિનાની અંદર સુરત ક્રાઇમ બ્રાન્ચે મનપા, પાલિકા અને ડીજીવીસીએલના અધિકારીઓ તેમજ ક્લાસીસના સંચાલક અને બિલ્ડર સહિત 11 લોકોની ધરપકડ કરી હતી. આ તમામ આરોપીઓ સામે સોમવારે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જેને લઈને સુરત પોલીસ કમિશ્નર સતીશ શર્માએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, 11 આરોપીઓ સામે 4,271 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ છે. આ કેસમાં 251 લોકોને સાક્ષી બનવામાં આવ્યા છે તેમજ ત્રણ આરોપીઓને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે.