સુરતના બેંક ઓફ બરોડામાં કેશીયર તરીકે ફરજ બજાવતા પ્રકાશ સાંગલે છેલ્લા કેટલાય વર્ષોથી પાવર લીંફટીંગ કરી રહ્યા હતા. પરંતુ વર્ષ 1994માં પહેલી વાર જુનિયર રમ્યા પછી તેમનો અકસ્માત થતા આશરે 10 વર્ષ તેઓ આ ગેમમાંથી દૂર રહ્યા હતા. પરંતુ આખરે તેઓ પરત ફર્યા અને પોતાની નોકરીની સાથે સતત 6 કલાકની કડી મહેનત અને દેશ માટે મેડલની તેમની ઇચ્છાએ તેમને સફળતા અપાવવાનું શરૂ કર્યું હતું.
પિતા-પુત્રીની જોડીએ હોંગકોંગમાં દેશનું નામ કર્યુ રોશન પિતાની જેમ પુત્રીને પણ પાવર લીફટિંગ પ્રત્યે પ્રેમ જોવા મળ્યું 3 વર્ષ પહેલા દિકરી અંજલી સાંગલેએ પણ પાવર લીફટીંગમાં આવવાનો નિર્ણય કર્યો હતો,અને બન્નેએ રવિવારે જ સમગ્ર એશીયામાં પોતાની તાકાતનો ડંકો વગાડી સુરત પરત આવ્યા છે.
પિતા પ્રકાશે પહેલા અંજલી ને સમજાવ્યું કે, આ ગેમ સરળ નથી, જો જરાક પણ લિફટીંગમાં ભૂલ થઇ તો જીવન ભર માટે પસ્તાવાનો વારો આવશે.પરંતુ પિતાની જેમ દિકરી અંજલીએ પણ 3 વર્ષથી પોતાના અભ્યાસ સાથે પાવર લિફટીંગની ટ્રેનીંગ પિતા અને કાકા પાસે લેવાની શરૂ કરી દીધી હતી. અંજલી એશિયા પાવર લિફટીંગ ચેમ્પીયનશીપમાં 47 કીલો ગ્રામની કેટેગરીમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો અને જાપાની સ્ટ્રોન્ગ કન્ટેડરને ધુળ ચટાડી હતી.
અંજલીએ મેળવેલી સિધ્ધી ગુજરાતમાં અન્ય કોઇ ખેલાડીના નામે નથી. અંજલી હાલમાં ટી.વાય બી.કોમમાં અભ્યાસ કરવાની સાથે રોજના 6 કલાક ટ્રેનિંગ પાછળ આપવાની સાથે સ્ટ્રોંગ ડાયટ પણ ફોલો કરે છે. અંજલિ આગામી સમયમાં વર્લ્ડ , કોમનવેલ્થ અને ઓલમ્પીકમાં ગોલ્ડ જીતી ભારતનું ગૌરવ વધારવા માંગે છે.