ગુજરાત

gujarat

ETV Bharat / state

પ્રતિકુળ વાતાવરણમાં 'ડ્રેગન ફ્રુટ' નું મબલખ ઉત્પાદન કરી બારડોલીના ખેડુતે સૌને ચોંકાવી દીધા - gujarati news

બારડોલી: તાલુકાના બોરીયા ગામે એક પ્રગતિ શીલ ખેડૂતે વિદેશી ફળ કહેવાતું ડ્રેગન ફ્રૂટની ખેતી કરી છે. સામાન્ય રીતે થાઈલેન્ડ, ચાઈના, શ્રીલંકા જેવા દેશોમાં પાકતું આ ફ્રૂટ અહીં વાતાવરણ અનુકૂળ ન હોવા છતાં ખેડુતે ઓર્ગેનિક રીતે તેનું ઉત્પાદન કર્યુ છે.

પ્રતિકુળ વાતાવરણમાં 'ડ્રેગન ફ્રુટ'નું મબલખ ઉત્પાદન કરી બારડોલીના ખેડુતે સૌને ચોંકાવી દીધા

By

Published : Jul 3, 2019, 2:31 AM IST

સુરત જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતે ખેતી ક્ષેત્રે નવું સાહસ કર્યું છે. તે સાહસ વિદેશી ફ્રૂટની ખેતીનું છે. કામરેજ તાલુકાના બોરીયા ગામના ખેડૂત પ્રવીણભાઈ દેસાઈ શેરડી, ડાંગર બાદ ઓર્ગેનિક ખેતી તરફ વળ્યાં છે. બારડોલી તાલુકાના બોરીયા ગામે પોતાની જમીનમાં જમરુખ, ખજૂરની સાથે ડ્રેગન ફ્રૂટ નામના વિદેશી ફળની ખેતીમાં મબલખ પાક લીધો છે. થાઈલેન્ડથી તેઓ ચાર હજાર જેટલા છોડ લઇ આવ્યા હતાં અને પોતાની જમીનમાં રોપ્યા હતા. ઓછી મહેનત અને ખર્ચ સાથે પ્રવીણભાઈએ વિદેશી ફળની ખેતીનો પ્રયોગ કર્યો હતો.

પ્રતિકુળ વાતાવરણમાં 'ડ્રેગન ફ્રુટ' નું મબલખ ઉત્પાદન કરી બારડોલીના ખેડુતે સૌને ચોંકાવી દીધા

ડ્રેગન ફ્રૂટનાં એક રોપા ઉપર અંદાજે 20 કિલો જેટલો ઉતાર મળે છે. જેનું માર્કેટિંગ પણ ખેડૂત દ્વારા જાતે કરી બજારોમાં મોકલવાની વ્યવસ્થા કરાય છે. ખર્ચ અને મેહનત પ્રમાણે સારું એવું વળતર તેઓ અન્ય પાકની સાથે લઇ રહ્યા છે. અહીંનું વાતાવરણ આ ડ્રેગન ફ્રૂટ માટે અનુરુપ નથી. જેથી નહિવત્ ખેડૂતો આ ફ્રૂટની ખેતી કરે છે. પરંતુ આ ખેડૂત પ્રવીણભાઈ ઉત્પાદન લેવામાં સફળ થયાં છે. જે અન્ય ખેડુતો માટે પ્રેરણારુપ છે.

ડ્રેગન ફ્રૂટ ખાસ કરીને થાઈલેન્ડ, ચાઈનાની સાથે શ્રીલંકાનું માનીતું ફ્રૂટ છે. જે આરોગ્યની દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે. થોર પ્રજાતિનું આ ફળ ડાયાબિટીસ, હૃદય રોગની બીમારી અને રોગ પ્રતિકારક શક્તિ માટે પણ અકસીર છે. તેવુ તબીબોનું કહેવુ છે .

ખેડૂત દ્વારા આ ડ્રેગન ફ્રૂટની ખેતી કરવા માટે જાગૃતિરુપ સંદેશો પણ આપ્યો હતો. કારણ ડ્રેગન ફ્રૂટની ખેતીમાં કોઈ રાસાયણિક ખાતર કે દવા નો છંટકાવ કર્યા વગર ઓર્ગેનિક પદ્ધતિ અપનાવાઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોએ શેરડી અને ડાંગર ના પાકમાં રાસાયણિક ખાતરના વધતા ભાવો ના કારણે રોકડીયા પાકો તરફ વળી ગયા છે .


ABOUT THE AUTHOR

...view details