ગુજરાત

gujarat

ETV Bharat / state

Exclusive Interview: લોકસભા ચુંટણીને લઈ શિવાલક્ષ્મી ગાંધી સાથે ETV Bharatની ખાસ વાતચીત

સુરતઃ લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોની સરકાર બનશે અને કોણ વડાપ્રધાન બનશે આ પ્રશ્ન દરેક નાગરિકના મનમાં ચાલી રહ્યો છે. ત્યારે ગાંધી પરીવારના પ્રપૌત્રવધુ શિવાલક્ષ્મી ગાંધી સાથે ETV Bharat એ ખાસ મુલાકાત લીધી હતી. તો ચાલો તેમની પાસેથી જાણીએ અભિપ્રાય તે, આગામી લોકસભા ચૂંટણીમાં સરકાર કોની આવશે અને જનતા કોનો સાથ આપી લોકશાહીના વડાપ્રધાન બનાવશે.

By

Published : Apr 6, 2019, 10:46 AM IST

ફોટો

મહાત્મા ગાંધીના પ્રપૌત્ર કનુ ગાંધીના 94 વર્ષીય પત્ની શિવાલક્ષ્મી ગાંધીએ જણાવ્યું હતું કે, તેમને લાગે છે કે વડાપ્રધાન ચોક્ક્સ નરેન્દ્ર મોદી બનશે. લોકસભા ચૂંટણીને લઇ ભાજપ, કોંગ્રેસ અને મહાગઠબંધન વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે કોંગ્રેસ જ નહીં અન્ય પાર્ટીઓ પણ પડકારરૂપ સાબીત થશે.

અત્યારના સમયમાં દેશની જનતાના મનમાં એકજ પ્રશ્ન છે કે, ફરીથી વડાપ્રધાન કોણ બનશે. આ મૂંઝવણ વચ્ચે સુરતના ભીમરાડ ખાતે રહેતા ગાંધીજીના પપૌત્રવધુ શિવલક્ષ્મી પાસે ETV Bharat પહોંચ્યું હતું અને તેમનો અભિપ્રાય જાણ્યો હતો.

Exclusive Interview: શિવાલક્ષ્મી ગાંધી સાથે ETV Bharat

વર્તમાનમાં શિવાલક્ષ્મીની દેખરેખ ભીમરાડ ગામના બલવંત પટેલ અને ગામના લોકો કરી રહ્યા છે. ETV Bharat સાથે ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ USAથી આવ્યા છે. તેથી તેમને ભારતીય રાજકારણનુ વધુ જ્ઞાન નથી, પરંતુ તેમના સ્વર્ગીય પતિ કનુ ગાંધી પાસેથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખૂબ જ સારી બાબતો સાંભળી છે.

મેં જ્યારે સેવા આશ્રમમાં મોદીને જોયા હતા, ત્યારે તેઓ વડાપ્રધાન બનવાની રેસમાં હતા.તેઓ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે લોકો સાથે વાત કરી તેમના કાર્યો વિષે જાણ્યું હતુ. શિવા લક્ષ્મીએ કહ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ચોક્કસ નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા અનેક લોકો પાસેથી સાંભળી છે તેમની કાર્યશૈલીથી સૌ પ્રભાવિત છે. આજ કારણ છે કે તેમણે જણાવ્યું કે તેમને લાગે છે કે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં હતા ત્યારથી અર્થ વ્યવસ્થાને લઈને ખૂબ સારું કામ કર્યું છે. અને હાલ પણ વિદેશોમાં પ્રવાસ કરી ભારત માટે કાર્ય કર્યા છે.

ABOUT THE AUTHOR

...view details