- ફાઈનલ યરના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી
- કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવ્યું
- કે.પી. ઈવિનિંગ કોમર્સ કોલેજમાં પરીક્ષાનું આયોજન
સુરત : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં બીકોમ અને આર્ટસના ફાઈનલ યરના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને ક્લાસમાં એન્ટ્રી આપતા પહેલા ફરજીયાત માસ્ક અને સેનિટાઈઝ કરીને મોકલવામાં આવ્યાં હતા.
ફાઈનલ યરના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાઇ કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે પરીક્ષા
સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજના બીકોમ અને આર્ટસના ફાઈનલ યરના એટીકેટી ધરાવતા વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી.કે.પી. ઈવિનિંગ કોમર્સ કોલેજમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 100 વિદ્યાર્થીઓેએ પરીક્ષા આપી છે. આ પરીક્ષામાં ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરાવવામાં આવ્યું હતું. જેમાં ક્લાસરૂમમાં દરેક બેન્ચ પર એક જ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યાં હતા. સુપ્રિટેન્ડેન્ટ ઓફ એક્ઝામ ડૉ.મિતાલી બદામીએ જણાવ્યું હતું કે, ક્લાસમાં એન્ટ્રી આપતા પહેલા ક્લાસ સેનિટાઈઝ કરવામાં આવ્યાં હતાં. તેમજ ક્લાસમાંથી વિદ્યાર્થીઓ બહાર જાય એટલે ફરી એ જ પ્રક્રિયા કરવામાં આવી છે. કોરોના કાળને ધ્યાનમાં રાખીને કોવિડની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે પરીક્ષા લેવામાં આવી છે.
એક વર્ષમાં અંતરાય તમામ વર્ગને સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં એક વર્ષના અંતરાય બાદ તમામ વર્ષને સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે. કોરોના મહામારીને પગલે ગત વર્ષે માર્ચ-એપ્રિલમાં લેવામાં આવતી પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. તેની જગ્યાએ ગત સપ્ટેમ્બર ઓક્ટોબર માસમાં માત્ર સ્નાતક અભ્યાસક્રમમાં અંતિમ વર્ષની અને અનુ સ્નાતક અભ્યાસક્રમોની જ પરીક્ષા લેવાઇ હતી. જોકે, હવે ફરીવાર કોલેજોમાં તમામ વર્ષ અને તમામ સેમેસ્ટરના વિદ્યાર્થીઓ કોવિડ 19 ની માર્ગદર્શિકાને આધીન પરીક્ષા આપશે. જેને પગલે યુનિવર્સિટીનું પરીક્ષા તંત્ર સાબદું થઇ ગયું છે. આજથી પ્રથમ તબક્કામાં એટીકેટીની પરીક્ષા લેવાઇ રહી છે. જ્યારે 18 જાન્યુઆરીથી બીજા તબક્કામાં નિયમિત એટલે કે સેમેસ્ટર ત્રણ અને પાંચ ની પરીક્ષાઓ લેવાશે તેમ છતાં હજુ સેમેસ્ટર 1 ના વિદ્યાર્થીઓને પ્રવેશ પ્રક્રિયા હાલ 15 દિવસ પહેલા જ પૂરી થઈ હોય હમણાં નવા પ્રવેશ આરટીઓની પરીક્ષા લેવાશે નહીં. તેઓના પરીક્ષા કાર્યક્રમની જાહેરાત થોડા દિવસ પછી કરાશે. કોરોના મહામારીને પગલે એક વર્ષમાં અંતરાય તમામ વર્ગને સેમેસ્ટરના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ થશે. જોકે, આજે કોલેજોમાં એટીકેટીના વિદ્યાર્થીઓની પરીક્ષા શરૂ કરવામાં આવી છે.