ગઈકાલે સુરતના માંગરોળ તાલુકામાં મોડી રાત્રે વરસેલા ભારે વરસાદના પગલે રાત્રે માંગરોળના મોટીપારડી અને ભરણ ગામ જવાના માર્ગ પાસે ગામની સીમમાં 300 પશુઓ સાથે 40થી વધુ માલધારીઓ ફસાયા હતા ભરણ ગામની સીમમાં આવેલ માલધારીઓના પડાવમાં રાત્રે પાણી ભરાતા માલધારીઓ પોતાના પશુઓ અને પરિવારના સભ્ય લઈ મોટીપારડી ગામ તરફ નીકળ્યા હતા પરંતુ ત્યાં પણ કમર જેટલા પાણી હોવાથી તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
મોટીપારડી ગામના સરપંચ અને ડે.સરપંચની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તમામ માલધારી પરિવારને હેમખેમ બહાર કાઢ્યા હતા.જોકે બાંધેલા વાછરડાંઓના મોત થયા હતા. જ્યારે કેટલાક પાડાઓ તણાઈ ગયા હતા. આ અહેવાલ ETV Bharatની ટીમે સૌથી પહેલા રજૂ કર્યો હતો.