લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો પોતાના પવિત્ર મતાધિકારનો વધુમાં વધુ ઉપયોગ કરે તેવી આશાથી કેન્દ્રીય ચૂંટણી પંચના ઉપક્રમે મતદાર જાગૃતિના સંદેશ સાથે તૈયાર થયેલી હાવરા એક્સપ્રેસ ટ્રેન સવારે સુરત રેલ્વે સ્ટેશન આવી પહોંચી હતી. જેનું જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર ડો. ધવલ પટેલે ભવ્ય સ્વાગત કરીને ફ્લેગ ઓફ આપી આગળ પ્રસ્થાન કરાવ્યું હતું. હાવરા એક્સપ્રેસ મતદાન જાગૃતિ અંગેના વિવિધ સ્ટીકરો દ્વારા મતાધિકારને લગતા સ્લોગનો સાથે વિવિધ સ્ટેશનો પરથી પસાર થઈ મતદાન જાગૃતિનો સંદેશો ફેલાવી રહી છે.
આ પ્રસંગે ડો.ધવલ પટેલે જણાવ્યું હતું કે, લોકશાહીના મહાપર્વમાં દરેક મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને વધુમાં વધુ મતદાન કરે તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ભારતીય રેલવેના સહયોગથી મતદાર જાગૃતિના સંદેશા સાથે હાવરા એક્સપ્રેસ ટ્રેનની શરૂઆત કરવામાં આવી છે. લોકશાહીના પર્વમાં સૌને જોડાવાનો અનુરોધ પણ કર્યો હતો.