ગુજરાત

gujarat

ETV Bharat / state

તંત્રએ ધ્યાન નહીં આપતા સુરતના ડુંગરી ગામના લોકોએ જાતે જ ખાડા પુર્યા - ડુંગરી

સુરતઃ મહુવા તાલુકાના ડુંગરી ગામે રસ્તાની સમસ્યાથી કંટાળેલા ગ્રામજનોએ જાતે જ કપચી લાવી અને રસ્તા પર પડેલા ખાડાઓનું પુરાણ કર્યું હતું. આ મામવે Etv Bharat દ્વારા અહેવાલ પ્રસારિત કરાયો હતો. ત્યારબાદ વહીવટીતંત્ર દોડતું  થઈ ગયુ હતું.

તંત્રએ ધ્યાન નહીં આપતા સુરતના ડુંગરી ગામના લોકોએ જાતે જ ખાડા પુર્યા

By

Published : Aug 31, 2019, 11:29 PM IST

મહુવા તાલુકાના ડુંગરી ગામના લોકો પ્રાથમિક સુવિધાઓથી વંચિત છે. આ ગામમાં આઝાદી પછી રસ્તો જ બનાવાયો નથી. જેના કારણે સ્થાનિકોએ ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે. ગ્રામપંચાયતને તેમજ જેતે તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નહીં. જેથી ગામની જ મહિલાઓએ બે દિવસ અગાઉ કાચા રસ્તા પર પડેલા ખાડા જાતે પૂર્યા હતા. આ અંગે Etv Bharat એ અહેવાલ પ્રસિદ્વ કર્યો હતો. ત્યારબાદ વહીવટી તંત્ર સતર્ક થયુ હતું.

તંત્રએ ધ્યાન નહીં આપતા સુરતના ડુંગરી ગામના લોકોએ જાતે જ ખાડા પુર્યા

ડુંગરી ગામના લોકો વર્ષોથી રસ્તાની માગ કરતા આવ્યા છે. છતાં તંત્રની આંખ નહીં ખુલતા આખરે ગામના લોકોએ એકત્ર થઈ અનોખી રીતે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. જેનો અહેવાલ Etv Bharat માં પ્રસારિત થયો હતો. ગાંધીનગરમાં અહેવાલની નોંધ લેવાય હતી. સ્થાનિક અધિકારીઓએ ડુંગરી ગામ દોડી આવ્યા હતાં. અધિકારીઓએ સ્થાનિકોને ટુંક સમયમાં રસ્તો બનાવી આપવા માટે બાંહેધરી આપી હતી. જેના કારણે ગામમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. રસ્તાની સમસ્યાનું નિરાકરણ આવતા લોકોએ રાહત અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details