આ અંગે સુરત ઉમિયાધામ પરિવાર ટ્રસ્ટ દ્વારા એક પત્રકાર પરિષદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદ દરમિયાન કાર્યક્રમની રૂપરેખા અંગેની તમામ માહિતી આપવામાં આવી હતી.
ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં દ્વિ-દશાબ્દી મહોત્સવનું આયોજન... - varacha
સુરત: આગામી તારીખ 1લી મે થી 2જી મે સુધી સુરતના આંગણે ઉમિયાધામ મંદિરના પ્રાગણમાં દ્વિ - દશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને ઉમિયાનો દિવ્ય સુશોભિત રથ સુરત શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પરિભ્રમણ કરશે.
ઉમિયાધામ મંદિરના પ્રાંગણમાં દ્વિ-દશાબ્દી મહોત્સવનું આયોજન
અમદાવાદના ઉંઝા ખાતે આવેલા માં ઉમિયાના મંદિરથી માતાજીનો આ રથ હાલ સુરત આવી પહોંચ્યો છે. સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરીને સમાજના લોકોમાં એક ધાર્મિક આસ્થા બનાવી રાખવાનો એક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સુરત સહિત ગ્રામ્ય વિસ્તારમાં પરિભ્રમણ કરનાર માં ઉમિયાના આ રથની સાથે હજારોની સંખ્યામાં નવયુવાઓ, મહિલાઓ સહિત ભાવિક ભક્તો જોડાયા છે. ત્યારબાદ 1લી મે ના શોભાયાત્રા સહિત ડાયરો, મહારક્તદાન, મહાયજ્ઞ જેવા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે.