ગુજરાત

gujarat

By

Published : Apr 16, 2020, 9:29 PM IST

ETV Bharat / state

લોકડાઉન દરમિયાન ઘરની અગાસી પર લગ્ન, સામાજિક અંતરનું પુરુ પાલન...

કોરોના વાઇરસને લઈને ભારતમાં ૩ મે સુધી લોકડાઉન છે, પરંતુ આ બધા વચ્ચે સુરતમાં એક લગ્નનું આયોજન થયું હતું, તમે વિચારતા હશો કે લોકડાઉનમાં લગ્ન કઈ રીતે થયા? જી... હા લગ્ન થયા અને તે પણ ઘરની અગાસી પર... સુરતમાં રહેતા એક યુગલની લગ્નની તારીખ હતી અને મૂહર્ત સાચવવા તેઓએ પોતાની અગાસી પર જઈને માત્ર માતા-પિતાની હાજરીમાં લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતાં.

લોકડાઉન દરમિયાન દંપતીએ ઘરના અગાસી પર કર્યા લગ્ન
લોકડાઉન દરમિયાન દંપતીએ ઘરના અગાસી પર કર્યા લગ્ન

સુરત: કોરોના વાઇરસને લઈને ભારતમાં લોકડાઉન ૩ મે સુધી ભારતમાં લોકડાઉન છે, તેમજ હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે તમામ લગ્ન પ્રસંગો તેમજ ધાર્મિક કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યાં છે. તમામ પ્રકારની ઉજવણી પણ રદ્દ કરવામાં આવી છે અને લોકોને માત્ર ઘરમાં જ રહેવા સુચના આપવામાં આવી છે.

આ બધા વચ્ચે સુરતમાં એક અનોખા લગ્ન યોજાયા હતાં. તમે વિચારતા હશો કે લોકડાઉનમાં લગ્ન કેવી રીતે થયા? પરંતુ જી...હા લોકડાઉનમાં લગ્ન થયા છે. સુરતમાં રહેતા અને ટેક્સટાઈલ વ્યવસાય સાથે સંકળાયેલા દીશાંક પુનામીયાના લગ્ન 16 એપ્રિલના રોજ સુરતમાં રહેતી પૂજા ગૌતમભાઈ જૈન સાથે નક્કી થયા હતા. 6 મહિના અગાઉ લગ્નની તારીખ પણ લેવામાં આવી હતી, પરિવારોમાં ખુશીનો માહોલ હતો અને રાજસ્થાન ખાતે જઈ ધામધૂમ પૂર્વક લગ્નનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જો કે, કોરોના વાઇરસની મહામારીને લઈને ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું અને તેઓ રાજસ્થાન જઈ ન શક્યા. આખરે લગ્નની તારીખ હોવાથી તેઓએ અનોખી રીતે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. તેઓ ઘરની અગાસી પર જઈ માતા-પિતાની હાજરીમાં જ લગ્નગથ્રી જોડાયા હતા.

આ અનોખા લગ્નમાં દંપતીએ ખાસ કાળજી રાખી હતી તેઓએ માસ્ક અને ગ્લબ્સ પહેરીને લગ્નની વિધિમાં બેઠા હતા. આ ઉપરાંત પરિવારજનોએ વીડિયો કોન્ફરસથી લગ્નની વિધિ નિહાળી હતી. લગ્નવિધિ દરમિયાન માસ્ક, સેનેટાઈઝર, ગ્લબ્સની તકેદારી પણ લેવામાં આવી હતી. 6 મહિના અગાઉ લગ્નની તારીખ લેવાઈ ગયી હોવાથી પરિવારજનોએ તડામાર તૈયારીઓ શરુ કરી દીધી હતી.

સુરતથી 300થી વધારે સભ્યો રાજસ્થાન જવાના હતા અને તે માટે અગાઉથી ટિકિટ બુકિંગ પણ કરાવી દીધું હતું, પરંતુ અચાનક કોરોના વાઇરસનો કહેર સામે આવ્યો હતો અને ભારત લોકડાઉન થઇ ગયું હતું. જેથી પરિવારના સભ્યોએ રાજસ્થાનમાં ઉજવણી રદ્દ કરી હતી અને ઘરે જ અગાસી પર લગ્ન કરી પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

અગાસી પર સાદાઈથી લગ્ન કરી દંપતી ખુશ છ, તેઓએ જણાવ્યું હતું કે લોકડાઉનનું પાલન કરવું તે દરેક નાગરિકની ફરજ છે અમે પણ આ લોક ડાઉનનું પાલન કરીએ છીએ. આ સાથે જ લોકોને ઘરમાં રહેવા અને લોકડાઉનનું પાલન કરવા દંપતીએ લોકોને અપીલ પણ કરી હતી.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details