સુરતના રિંગરોડ ખાતે આવેલા મિલેનિયમ માર્કેટમાં ડુપ્લિકેટ ચાવી વડે દુકાન ખોલીને કાપડની ચોરી કરતા ઈસમને સિક્યુરિટી ગાર્ડે રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ દુકાનમાં કામ કરતા યુવકે કામદાર સાથી મિત્રને ચાવી આપી ડુપ્લિકેટ ચાવી બનાવી હતી. મિલેનીયમ માર્કેટની J વીંગમાં 9.30 કલાકે સાડીની દુકાનમાં ચાવી વડે લોક ખોલી પાર્સલ લઇ જતા યુવાન પર સિક્યુરિટી ગાર્ડ નંદકુમાર ગુપ્તાને શંકા ગઈ હતી. ત્યારબાદ તે યુવકને તેના માલિક કોણ છે એ અંગે પૂછ્યું હતું.
સુરતમાં ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલી કરાઈ ચોરી, ઘટના CCTVમાં કેદ - shop
સુરતઃ ટેક્સટાઈલ માર્કેટમાં ડુપ્લિકેટ ચાવીથી લોક ખોલીને કાપડની ચોરી કરતી ગેંગનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે થોડા સમય અગાઉ સુરતની આરકેટી માર્કેટમાં આ ટોળકીને પોલીસે ઝડપી પાડી હતી. હાલ મિમિલેનિયમ માર્કેટમાં પણ આવી જ એક ટોળકી સક્રિય થઇ છે. ત્યારે આજે સિક્યુરિટી ગાર્ડ દ્વારા બે લોકોને ચોરી કરતા ઝડપી પાડવામાં આવ્યા હતા.
જો કે, તે સમયે તેનો બીજો સાથીદાર ત્યાંથી નાસી છૂટ્યો હતો. પકડાયેલા આરોપી પોતાનું નામ ભૈરવ સિંગ જાણે છે અને આ ચાવી તેને દુકાન માં 8 વર્ષની કામ કરતા જાલમ નામના કારીગર આપી હોવાનું જણાવ્યું હતું જોકે થોડા સમયમાં સિક્યુરિટી ગાર્ડ ના વ્યક્તિ હોય બીજા આરોપી જાલીમ ને પણ ઝડપી પાડ્યો હતો આ વાતની જાણ માર્કેટમાં વેગ ની જેમ ફેલાતા વેપારીઓ માં કેમ આવી પહોંચ્યા હતા અને બંને આરોપીઓને સલાબતપુરા પોલીસ ને સોપવામાં આવ્યો છે..
જોકે તે સમય દરમિયાન તેનો સાથીદાર ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઝડપાયેલા આરોપીએ પોતાનું નામ ભૈરવ સિંગ જણાવ્યું હતું અને ચાવી તેને દુકાનમાં 8 વર્ષથી કામ કરતા જાલમ નામના કારીગરે આપી હોવાનું જણાવ્યું હતું. જોકે થોડા સમયમાં સિક્યુરિટી ગાર્ડના વ્યક્તિ આવી ગયા હોવાથી બીજા આરોપી જાલીમને પણ ઝડપી પાડ્યો હતો. આ બંન્ને આરોપીઓને સલાબતપુરા પોલીસને સોંપવામાં આવ્યો છે.