ગુજરાત

gujarat

ETV Bharat / state

ડેન્ટિસ્ટે 108 તરબૂચમાંથી ગણપતિની કૃતિ બનાવી તેના પર લખ્યા નામ - મહિલા ડેન્ટિસ્ટ

સુરત: મહિલા ડેન્ટિસ્ટની ગણેશ ભક્તિ વિશે સાંભળી તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો. મહિલા ડેન્ટિસ્ટ જેટલી સારી રીતે પોતાના દર્દીઓને સારું કરે છે. તેટલી જ મહેનતથી તેણે એક કે, બે નહીં કુલ 108 તરબૂચમાંથી ગણપતિ અને તેમના નામ લખ્યા છે. સૌથી અગત્યની વાત તો એ છે કે, આ તરબુચને વિસર્જિત પણ અનોખી રીતે કરવામાં આવશે. આ 108 તરબૂચ ગરીબોમાં વહેંચી દેશે જેના કારણે ગરીબોને ભોજન પણ મળી રહેશે.

ડેન્ટિસ્ટે 108 તરબૂચમાંથી ગણપતિની કૃતિ બનાવી તેના પર લખ્યા નામ

By

Published : Sep 2, 2019, 2:13 AM IST

લોકો અદિતિને ડેન્ટિસ્ટ તરીકે ઓળખે છે, પરંતુ તે એક સારી ડેન્ટિસ્ટની સાથે ગણેશ ભક્ત અને આર્ટિસ્ટ પણ છે. આ વખતે ગણેશ ચતુર્થી પર અદિતિએ ખાસ પહેલ કરી છે. જેને સાંભળીને સૌ કોઈ આશ્ચર્યમાં મુકાઈ જશે. અદિતિએ 108 તરબૂચ પર બાપાની વિવિધ કૃતિઓ બનાવી અને સાથે જ બાપાના વિવિધ નામો પણ તરબૂચ ઉપર લખ્યા છે. જેથી લોકોને બાપાના વિવિધ રૂપો વિશે પણ માહિતી મળે. આ તમામ તરબૂચને બે સ્ટેન્ડ ઉપર એ રીતે રાખવામાં આવ્યું છે કે, જેમાંથી બાપાની એક અલગ જ આકૃતિ જોવા મળી રહેશે. આ તમામ 108 તરબૂચને ગરીબોને વેચી દેવામાં આવશે. જેના કારણે તરબૂચ પણના બગડે અને ગરીબોને ભોજન પણ મળી રહે.

ડેન્ટિસ્ટે 108 તરબૂચમાંથી ગણપતિની કૃતિ બનાવી તેના પર લખ્યા નામ

ABOUT THE AUTHOR

...view details