આજના ટેકનોલોજી વાળાની દુનિયામાં મોબાઈલ અને ગેજેટ એની સાથે યોગાસન કરવું ખૂબ જ જરૂરી છે: હર્ષ સંઘવી સુરત: ભારતીય સંસ્કૃતિની દેન સમા યોગદિનની વિશ્વભરમાં 21મી જૂન ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 9 મોં યોગ દિવસે સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ના નારા સાથે 'વસુદેવ કુટુંબકમ માટે યોગ અને હર ઘરના આંગણે યોગ ની થીમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા પણ રાજ્યભરમાં યોગ દિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
યોગાસન કર્યું:આ આંતરરાષ્ટ્રીય યોગ દિનની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો. જેમાં શહેરીજનોને મોટી સંખ્યામાં જોડાયા હતા. સવારે 6 થી 8 વાગ્યા દરમિયાન રાજ્યના મુખ્યપ્રધાન ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિત 1.50 લાખથી વધુ લોકો એક સાથે યોગ કરીને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યું છે.કિલોમીટર રોડ ઉપર 1.50 લાખ લોકોએ સાથે મળીને યોગાસન કર્યું છે.
"ઇન્ટરનેશનલ યોગ દિવસની ઉજવણી આખા ગુજરાતમાંથી સવા કરોડ લોકોએ યોગાસન કર્યું છે. તેની સાથે જ આજે સુરત શહેરમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કરવામાં આવ્યો છે. શહેરના દોઢ લાખ લોકોએ સવારે 4:00 વાગ્યાથી સુરત ડુમસ રોડ ઉપર આવેલ વાય જંકશન પાસે 10 કિલોમીટર રોડ ઉપર 1.50 લાખ લોકોએ સાથે મળીને યોગાસન કરીને એક નવો ઇન્ટરનેશનલ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુએનના કાર્યક્રમમાં આખા વિશ્વમાં યોગાસનને પ્રખ્યાત કરવા જઈ રહ્યા છે. તારા સુરત શહેર અને ગુજરાતના લોકોએ ગુજરાતના ખૂણે ખૂણે યોગાસનને પહોંચાડવા માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો હતો"-- હર્ષ સંઘવી (ગૃહપ્રધાન)
રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું:છેલ્લા કેટલાક કલાકમાં જે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. સેન્સરના માધ્યમ દ્વારા આ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં લોકોની સંખ્યા વધારે હોવાને કારણે સેન્સરની સંખ્યા પણ ઘટી ગઈ હતી. પરંતુ તેમ છતાં 1.50 લાખ જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને યોગાસન કર્યું છે. તે ગિનિસ બુક એક રેકોર્ડમાં સ્થાપિત થયું છે. યોગ સાથે જોડાવું એ ખૂબ જ મોટી વાત છે.
- International Yoga Day 2023: મોદીએ ભારતીય નૌકાદળ દ્વારા 'ઓશન રિંગ ઑફ યોગ'ની પ્રશંસા કરી
- International Yoga Day: વસુધૈવ કુટુમ્બકમની થીમ પર આયોજિત દિલ્હીથી ન્યુયોર્ક સુધી યોગ દિવસની ઉજવણી