સુરત: કોરોના વાઇરસના પગલે દેશભરમાં લૉકડાઉન ચાલી રહ્યું છે, ત્યાં બીજી તરફ ગરીબ અને શ્રમજીવી વર્ગના લોકો બે ટાઈમના ભોજન માટે વલખા મારી રહ્યા છે. આવા લોકોના વ્હારે શહેરની સામાજિક સંસ્થાઓ આગળ આવી છે. જ્યાં ફૂડ પેકેટ સહિત અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
સુરત શહેર જૈન સમાજની અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ દ્વારા સ્લમ વિસ્તારોમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોનાના પગલે એક તરફ લૉકડાઉન છે અને લોકોને પોતાના ઘરોમાં રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ કારણે ધંધા રોજગાર પણ બંધ પડ્યા છે, ત્યારે ગરીબ અને શ્રમજીવી પરિવારોએ બે ટાણું ભોજન મેળવવા ભારે મુશ્કેલ બન્યું છે.
જૈન સમાજ અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ દ્વારા શ્રમજીવી અને ગરીબ પરિવારોને અનાજ કીટનું વિતરણ જો કે, જૈન સમાજ અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ નામની સંસ્થા છેલ્લા કેટલાક દિવસોથી આવા શ્રમજીવી અને ગરીબ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરી રહી છે. હમણાં સુધી 4 હજાર જેટલી કીટનું વિતરણ સંસ્થા દ્વારા કરી દેવામાં આવ્યું છે અને હાલ પણ આ ભગીરથ કાર્ય સંસ્થા નિઃસ્વાર્થભાવે કરી રહી છે. આ સંસ્થા 10 મી એપ્રિલ સુધી આ કામગીરી કરવાની છે, જ્યાં ભૂખ્યાને ભોજનના લક્ષ્ય સાથે કુલ 10 હજાર કીટનું વિતરણ સંસ્થા ગરીબ અને શ્રમજીવી પરિવારોને કરવાની છે.
જૈન સમાજ અખિલ ભારતીય સંસ્કૃતિ રક્ષક દળ દ્વારા શ્રમજીવી અને ગરીબ પરિવારોને અનાજ કીટનું વિતરણ સુરતના કતારગામ, રાંદેર,અડાજણ, ઉધના,કતારગામ જેવા સ્લમ વિસ્તારોમાં આ ભગીરથ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કીટ આપતી વેળાએ સોશિયલ ડિસ્ટનસિંગ જળવાય તેના પર પૂરતું ધ્યાન સંસ્થા દ્વારા આપવામાં આવી રહ્યું છે. કીટ લેનારા લોકોને ટોકન સિસ્ટમ દ્વારા તેનો લાભ આપવામાં આવી રહ્યો છે.